• Home
  • News
  • જર્મન ચાન્સેલરની ભારત મુલાકાત, એન્જેલા મર્કેલે કહ્યું- કાશ્મીરની સ્થિતિ સારી નથી
post

જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ બે દિવસના ભારત પ્રવાસે આવ્યા છે. શુક્રવારે તેમણે જર્મન મીડિયાને કહ્યું કે, કાશ્મીરમાં જે પ્રમાણેની સ્થિતિ છે તે લાંબા સમય સુધી સ્થાયી રહેશે તેવું કહી શકાય નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-02 10:58:30

નવી દિલ્હી: જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ બે દિવસના ભારત પ્રવાસે આવ્યા છે. શુક્રવારે તેમણે જર્મન મીડિયાને કહ્યું કે, કાશ્મીરમાં જે પ્રમાણેની સ્થિતિ છે તે લાંબા સમય સુધી સ્થાયી રહેશે તેવું કહી શકાય નહીં. જોકે કાશ્મીર મુદ્દે બંને દેશો વચ્ચે થયેલી ઈન્ટર-ગવર્મેન્ટલ કન્સલટેશન (આઈજીસી) બેઠકમાં ચર્ચા થઈ નથી. મર્કેલને આશા છે કે, મોદી કાશ્મીર મુદ્દે ચોક્કસથી વાત કરશે.

મર્કેલ તરફથી જર્મન મીડિયાએ કહ્યું કે, આજે જે કાશ્મીરની સ્થિતિ છે તેને સારી ન કહી શકાય. મને આશા છે કે, તેમાં ચોક્કસ ફેરફાર આવશે. આ પહેલાં અમેરિકા સહિત અમુક વિદેશી સાંસદોએ પણ અનુચ્છેદ 370 હટાવ્યા પછી જમ્મુ-કાશ્મીરમાં લગાવાવમાં આવેલા પ્રતિબંધો વિશે ચિંતા વ્યક્ત કરી હતી. ભારત સરકારે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો હટાવવાની જાહેરાત કરી હતી.

મોદી અને મર્કેલ વચ્ચે પ્રતિનિધિમંડળની ચર્ચા પછી શુક્રવારે બંને નેતાઓની વડાપ્રધાનના ઘરે એક ગુપ્ત બેઠક થઈ હતી. તેમા બંને દેશોના અમુક ખાસ મંત્રી અને ઓફિસર સામેલ થયા હતા. ભારત તરફથી તેમાં વિદેશ મંત્રી એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને વિદેશ સચિવ વિજય ગોખલે સામેલ હતા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post