• Home
  • News
  • નવા નિયમો:કોરોનાના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવા નિયમોની જાહેરાત, બેડની અછત ન પડે તે માટે નિર્ણય
post

જો દર્દીની ECMO કે CRRTથી ટ્રીટમેન્ટ કરવાની હોય પરંતુ તે ઉપલબ્ધ ન હોય તો ટ્રાન્સફર કરી શકાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-26 09:00:30

ખાનગી હોસ્પિટલ એસોશિએશને કોરોનાના દર્દીના ડિસ્ચાર્જ માટે અમુક નિયમો નક્કી કર્યા છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાના દર્દીઓ સાજા થઈ ગયા હોવા છતાં તેઓ ડિસ્ચાર્જ લેવા માગતા હોતા નથી. જેથી બેડની અછત ઉભી થાય છે. નવા દર્દીઓને સમયસર સારવાર મળી રહે અને બેડની અછત ઊભી ન થાય તે માટે ખાનગી હોસ્પિટલ એશોસિએશને નિયમો નક્કી કર્યા છે. હવેથી આ નિયમોને આધીન કોરોનાના દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવશે.

દર્દીને ડિસ્ચાર્જ કરવાના ક્રાઈટેરિયા
1.
છેલ્લા 48 કલાકથી દર્દીને તાવ ના હોવો જોઈએ.
2.
છેલ્લા 24 કલાક દરમિયાન બલ્ડ પ્રેશર અને પલ્સરેટ નોર્મલ હોવો જોઈએ.
3.
દર્દી ડિસ્ચાર્જના 48 કલાક પહેલા ઓક્સિજન પર ના હોવો જોઈએ.

કોરોનાના દર્દીઓને ટ્રાન્સફર કરવાના નિયમો
1.
જો ક્રિટિકલ મેડિકલ સાધનોની ઉપલબ્ધતા ન હોય તો. જેમ કે, બાઇપેપ, વેન્ટિલેટર અથવા વેન્ટિલેટર કે બાઇપેપ કામ ન કરતું હોય તો.
2.
જો દર્દીની ECMO કે CRRTથી ટ્રીટમેન્ટ કરવાની હોય પરંતુ તે ઉપલબ્ધ ન હોય તો ટ્રાન્સફર કરી શકાશે.
3.
કોઈ અણબનાવ બને તો, જેમ કે, આગ લાગે કે અન્ય કોઈ આપદા આવે તો ટ્રાન્સફર કરી શકાશે.
4.
કોરોનાના દર્દીની સારવાર કરતો ક્લિનિસિયન કોઈ અગમ્ય કારણોસર સારવાર આપી શકે તેમ ન હોય ત્યારે ટ્રાન્સફર કરી શકાશે.
5.
કોરોનાના દર્દીની સારવાર દરમિાયાન કોઈ મહત્વનું તબીબી ઉપકરણ કામ કરતું બંધ થાય ત્યારે ટ્રાન્સફર કરી શકાશે.
6.
જો સરકાર કોવિડ કેર ફેસિલિટી પાસેથી અગમ્ય કારણોસર કોરોનાની સારવાર કરવાની સત્તા તેમની પાસેથી છીનવી લે ત્યારે દર્દીને અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરી શકાશે.

કોરોનાના દર્દીઓને નીચે મુજબના કારણોસર એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી શકાશે નહીં
1.
જો મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હોય, તે સારી રીતે કોરોનાના દર્દીઓની સારવાર કરી શકતી હોય તે છતાં કોરોનાના દર્દીઓની સારવાર ચાલુ ના કરી હોય અથવા ચાલુ સારવાર બંધ કરી હોય.
2.
જો હેલ્થ કેર સુવિધામાં સારવાર માટેની તમામ સુવિધાઓ છે અને તે છતાં પણ દર્દી ટ્રાન્સફર માટે આગ્રહ રાખે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post