• Home
  • News
  • અમદાવાદમાં બુધવારે વધુ 25નાં મોત, જેમાંથી 14ને કોરોનાના સિવાય અન્ય કોઇ બિમારી ન હતી
post

ખાડિયામાં સૌથી વધુ 28, ભૂલાભાઈ પાર્ક પાસે એક જ પરિવારના 6 પોઝિટિવ

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-07 09:20:20

અમદાવાદ: અમદાવાદમાં બુધવારે કોરોનાના 291 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં 25 અને બોપલમાં 2 મોત સાથે કુલ મૃત્યુઆંક 300 પર પહોંચી ગયો છે. બુધવારે જે 25 મોત થયાં તેમાના 14 મોત માત્ર કોરોનાને કારણે જ થયા છે. જ્યારે 11 દર્દીઓને હાઈપર ટેન્શન, ડાયાબિટીસ જેવી મલ્ટિપલ બીમારી હતી. બોપલમાં આવેલા બિનોરી સેનેટમાં રહેતાં 57 વર્ષના પુરુષનું એસવીપીમાં  જ્યારે પરમધામ સોસાયટીમાં રહેતા એસબીઆઈના મેનેજરની પત્નીનું કોરોનાને કારણે મોત થયું હતું. બોપલ-ઘુમામાં 17 મે સુધી દૂધ-મેડિકલ સ્ટોર સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 


20
વર્ષીય યુવકનું અન્ય બીમારી ન હોવા છતાં 12 દિવસ સારવાર પછી મોત
અમદાવાદમાં બુધવારે વધુ 25 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા. સૌથી ચિંતાજનક બાબત એ છે કે 25માંથી 14 દર્દીના મોત માત્ર કોરોનાના કારણે જ થયા હતા. જેમાં 20 વર્ષીય યુવકનો પણ સમાવેશ થાય છે.જયારે બાકીના 11 દર્દીઓને કોરોના ઉપરાંત અન્ય મલ્ટિપલ બીમારી પણ હતી જેના કારણે મોત થયા હોવાનું તબીબોનું કહેવુ છે. પાલડીમાં કોરોનાથી પ્રથમ મૃત્યુ થયુ છે. 80 વર્ષીય વૃધ્ધનું મોત થયુ છે. દરરોજની જેમ સૌથી વધુ મૃત્યુ બુધવારે પણ જમાલપુર હોટસ્પોટ વિસ્તારમાં 6 લોકોના થયા છે. જયારે દાણીલીમડામાં બે, મણિનગર, ઈસનપુર, બહેરામપુરા, દરિયાપુર, વટવા, સરખેજ, શાહીબાગ, ગોમતીપુર, સરદારનગર સહિતના વિસ્તારમાં એક-એક દર્દીના મોત થયા છે. જમાલપુરનો 20 વર્ષીય યુવકનુ મૃત્યુ થયુ છે તે છેલ્લા 12 દિવસથી એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. તેને કોરોના સિવાય અન્ય કોઈ બીમારી નહોતી.