• Home
  • News
  • કિંગ કોહલીને માથે વધુ એક તાજ: ICC Player of the Month જાહેર થયા વિરાટ કોહલી
post

વિરાટ કોહલી પ્રથમ વખત ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે નોમિનેટ થયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-07 19:31:07

નવી દિલ્હી: વિરાટ કોહલી-ધ વન મેન આર્મી, એ ફરી એક વખત પોતાનો ખિલ્લો સાબિત કર્યો છે કે કેમ તેમને ભારતના મહાન બેટ્સમેનોમાં શામેલ કરવામાં આવે છે. બુમરાહ વગરની ભારતની ટીમને બેટિંગમાં સૌથી મોટો સહારો વિરાટ કોહલી પાસેથી મળ્યો છે. T20 WCમાં પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં જ રંગ રાખીને કોહલીએ ફરી એક વખત સાબિત કર્યું છે કે ક્લાસ પરમનન્ટ હોય છે.

બેટિંગ માટેની પડકારજનક પિચ પર ક્રિકેટ ઈતિહાસની સૌથી બેસ્ટ ઈનિંગ રમીને ભારતને અદ્દભુત જીત અપાવ્યા બાદ કિંગ કોહલીનો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે અને વર્લ્ડકપમાં કોઈ ખેલાડી રમે કે નહિ પણ દરેક મેચમાં શાનદાર બેટિંગ કરનાર વિરાટ કોહલીને ફરી ICC આ મહિનાના બેસ્ટ ક્રિકેટર જાહેર કર્યા છે.

સોમવારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ઓક્ટોબર મહિનાના પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડની જાહેરાત કરી છે. આ યાદીમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને પ્રથમ વખત ICC પ્લેયર ઓફ ધ મન્થ જાહેર કરવામાં આવ્યો છે. વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ડેવિડ મિલર અને ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર સિકંદર રઝાને પછાડીને આ એવોર્ડ પોતાના નામે કર્યો છે. 

વિરાટ કોહલી પ્રથમ વખત ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે નોમિનેટ થયા હતા. વિરાટ કોહલીએ ઓક્ટોબરના કેલેન્ડર મહિનામાં 205 T20 રન બનાવ્યા હતા. આ દરમિયાન, 23 ઓક્ટોબરે, તેમના અણનમ 82 રનની ઇનિંગ્સે, ભારતે પાકિસ્તાન સામે ચાર વિકેટથી વિજય મેળવ્યો હતો.