• Home
  • News
  • મહાઠગનું વધુ એક કારનામું બહાર આવ્યું:બિલ્ડરને જમીન વેચી પછી દસ્તાવેજ ન કર્યો અને ફોન નંબર બ્લોક કરી દીધો, ફરિયાદ થતાં કિરણ પટેલ ફરતે ગાળિયો કસાયો
post

જગદીશભાઈએ કિરણ પટેલ સાથે ડીલ કરી અને બંગલો 30-35 લાખમાં રિનોવેશન કરવાનું નક્કી કર્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-18 17:52:20

અમદાવાદ: ગુજરાતના સૌથી મોટા ઠગ કિરણ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઇ છે. આ વખતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં બિલ્ડરે ફરિયાદ નોંધાવી છે. તેમણે એક જમીન ખરીદવા માટે કિરણ પટેલ સાથે બાનાખત કર્યું હતું, જેના તેમણે રૂપિયા ચૂકવ્યા હતા. પરંતુ ત્યારબાદ તેનો દસ્તાવેજ પણ ન કરી આપ્યો અને કિરણ પટેલે તેની સાથે વાત કરવાની જગ્યાએ ફોન નંબર બ્લોક કરી દીધો હતો. આ સમગ્ર મામલે બિલ્ડરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ જાણ કરતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધી છે. હવે આ કેસમાં પણ કિરણ પટેલ ફરતે ગાળિયો કસાય એવી પૂરી શક્યતા છે.

બિલ્ડરે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી
ગુજરાતના મહાઠગ કિરણ પટેલ પીએમ મોદીની ઓળખાણ આપીને છેક જમ્મુ-કાશ્મીરથી પાકિસ્તાન સરહદ સુધી ફરી આવ્યો હતો અને રસ્તામાં તેને સિક્યુરિટી પણ મેળવી લીધી હતી. આ સમગ્ર મામલે તેને સાણસામાં લીધા બાદ હવે વધુ તપાસ માટે અમદાવાદ લાવવામાં આવ્યો છે. અમદાવાદમાં તેની સામે અગાઉથી કેટલી ફરિયાદો નોંધાઈ હતી. જ્યારે હવે વધુ એક બિલ્ડરે કિરણ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં કિરણ પટેલે તેની સાથે છેતરપિંડી કરી હોવાની વાત કરી છે.

બિલ્ડરનો કિરણ પટેલ સાથે સાબરમતી જેલ ભેટો થયો હતો
પોલીસ સૂત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે બોપલ વિસ્તારમાં રહેતા ઉપેન્દ્રસિંહ દીપસિંહ ચાવડાએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. તેઓ કોઈ કામથી અમદાવાદ સાબરમતી જેલ ગયા હતા. જ્યાં એની મુલાકાત કિરણ પટેલ સાથે થાય છે, ત્યારબાદ કિરણ પટેલ એમના સંપર્કમાં આવ્યો અને તેમની પાસે ઉછીના રૂપિયા માંગ્યા હતા. પરંતુ તેમણે રૂપિયા આપવાની ના પાડી હતી. ત્યારબાદ કિરણ પટેલ તેમની ઓફિસે પહોંચી ગયો હતો અને નારોલમાં આવેલી વિશાલ કોર્પોરેશન નામની જગ્યા વેચવાનું કહ્યું હતું. જે જગ્યાના પ્રોપરાઇટર કિરણ જગદીશભાઈ પટેલ હતા.

એક કેસના રિમાન્ડ પૂરા
કિરણ પટેલના G-20 બેઠકમાં પ્રમોશનલ ઇવેન્ટ યોજીને 3.51 લાખના ઠગાઈના કેસમાં 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ આજે મેટ્રો કોર્ટમાં હાજર કરાયો હતો. જ્યારે અમદાવાદના બિલ્ડરને નારોલની જમીનમાં બાનાખત કરી 25 લાખ મેળવી દસ્તાવેજ ન કરી આપવા બદલની ફરિયાદને લઈને કિરણ પટેલના 10 દિવસના રિમાન્ડની સરકારી વકીલે માગ કરી હતી.

કિરણના વકીલની દલીલ, ફરિયાદી 7 વર્ષે કેમ જાગ્યા
બચવા પક્ષના વકીલ નિસાર વૈદ્યે જણાવ્યું હતું કે, આ ઘટનાને 7 વર્ષ થયાં હવે ફરિયાદી જાગ્યો? આ સિવિલ કેસ છે. ટીવીમાં કિરણ પટેલને જોઈને ફરિયાદ કરી.પોલીસ બાયસ્ડ છે. મુખ્ય વાત કિરણ પટેલને કાશ્મીરમાં ઝેડ+ સિક્યુરિટી કેમ મળી તે જ બાયસ્ડ છે.

કેવી રીતે બંગલો પચાવી પાડ્યો?
23
માર્ચે કિરણ અને માલિની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. શીલજમાં પૂર્વ મંત્રીના ભાઈ જગદીશ ચાવડાનો નીલકંઠ બંગલો આવેલો છે. એ વેચવા માટે તેમણે પરિચિત લોકોને ફેબ્રુઆરી 2022માં વાતચીત કરી હતી. એ વાત મહાઠગ સુધી પહોંચતાં તેણે બંગલો પચાવી પાડવા પ્લાન બનાવ્યો હતો. કિરણ પટેલે ચાવડાનાં પત્ની ઇલાબેનને ફોન કરીને બંગલો વેચવાનો હોય તો પોતે લે-વેચનું કામ કરે છે એવું જણાવ્યું હતું. ઇલાબેન સાથેની વાતચીત બાદ કિરણ પટેલ જગદીશભાઈના બંગલે ગયો હતો. બંગલો વેચવાનો હોવાથી કિરણને બંગલો પણ બતાવ્યો હતો. ત્યારે પોતાના પ્લાન મુજબ કિરણે જગદીશભાઈને કહ્યું કે રિનોવેશન થાય તો બંગલો સરળતાથી વેચી શકાય અને સારી કિંમત પણ મળશે, એવી સલાહ આપીને કિરણ ત્યાંથી નીકળી ગયો હતો. એ બાદ જગદીશભાઈને સિંધુભવન રોડ પર આવેલી ટી પોસ્ટમાં મળવા બોલાવ્યા હતા.

જગદીશભાઈએ કિરણ પટેલ સાથે ડીલ કરી અને બંગલો 30-35 લાખમાં રિનોવેશન કરવાનું નક્કી કર્યું હતું. 2 દિવસ બાદ કિરણ તેની પત્ની માલિની અને ઇન્ટિરિયર ડિઝાઈનર જુબિન પટેલ સાથે બંગલે આવ્યો. બંગલો તેમને બતાવ્યો હતો. બીજા જ દિવસથી કિરણ 8-10 કારીગર લાવીને રિનોવેશન કામ શરૂ કરાવી દીધું. જગદીશભાઈ બંગલો રિનોવેશન થતો હોવાથી શેલામાં રહેતા મિત્રના બંગલે શિફ્ટ થઈ ગયા હતા. જગદીશ ચાવડાને કામ હોવાથી તેઓ જૂનાગઢ ગયા હતા. આ દરમિયાન કિરણે બંગલા બહાર પોતાના નામની પ્લેટ લગાવી અને વાસ્તુપૂજન કરાવ્યું હતું. ઓગસ્ટ-2022માં જગદીશભાઈને મિરઝાપુર કોર્ટની નોટિસ મળી હતી, જેમાં કિરણ પટેલે બંગલા માટે દાવો કર્યો હતો, જેથી જગદીશભાઈએ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post