• Home
  • News
  • અનુજ પટેલની તબિયતમાં સુધારો:ભૂપેન્દ્ર પટેલના દીકરાને કોકિલાબેન હોસ્પિટલમાં શિફ્ટ કરાશે, કોમામાંથી બહાર, વેન્ટિલેટર સપોર્ટ હટાવાયો
post

અનુજ પટેલ રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે અને તેઓ એન્જિનિયર છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-16 18:26:08

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ચિંતા હવે ધીમે ધીમે દૂર થઈ રહી છે. આજે હિન્દુજા હોસ્પિટલ દ્વારા મુખ્યમંત્રીના દીકરા અનુજ પટેલનું હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. હેલ્થ બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે અનુજની તબિયતમાં ધીમે ધીમે સુધારો થયો છે. તેઓ કોમામાંથી બહાર આવી ગયા અને તમામ વેન્ટિલેટર સપોર્ટ હટાવી દેવામાં આવ્યા છે.

હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે હજી સંપૂર્ણ રિકવરીમાં થોડો સમય લાગશે. અનુજ પટેલને ટૂંક સમયમાં કોકિલાબેન હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે.

અનુજ પટેલને બ્રેઇન-સ્ટ્રોક આવતાં ઓપરેશન કરાયું હતું
મુખ્યમંત્રીના પુત્ર અનુજ પટેલને 30 એપ્રિલના રોજ બ્રેઇન-સ્ટ્રોકના કારણે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી અને તેમનો પરિવાર પણ હોસ્પિટલે પહોંચ્યો હતો. હાલ અનુજ પટેલની તબિયત સારી છે, પરંતુ બે દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવશે.

અનુજ પટેલને એર એમ્બ્યુલન્સથી મુંબઈ ખસેડાયા હતા
મુંબઈની પી.ડી. હિન્દુજા નેશનલ હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે અનુજ પટેલને 30 એપ્રિલે બ્રેન-સ્ટ્રોક આવ્યો હતો અને તેમને અમદાવાદની કે.ડી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્થાનિક ન્યુરોસર્જનો દ્વારા યોગ્ય કટોકટીની પ્રક્રિયા કરવામાં આવી હતી, જેનાથી તેમની હાલત સ્થિર થઈ હતી. ત્યાર બાદ તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા પી.ડી. હિન્દુજા હોસ્પિટલમાં ઓપરેટિવ પ્રક્રિયા માટે ખસેડવામાં આવ્યા હતા. સર્જરી પછી સુધારો ન થાય ત્યાં સુધી તેઓ પી.ડી. હિન્દુજા હોસ્પિટલના આઈસીયુમાં જ રહ્યા હતા.

2 કલાક સર્જરી ચાલી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન-સ્ટ્રોક આવતાં તેમને તાત્કાલિક કે.ડી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. અનુજ પટેલની 2 કલાક સુધી સર્જરી ચાલી હતી.

અનુજ પટેલ એન્જિનિયર છે
અનુજ પટેલ રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે અને તેઓ એન્જિનિયર છે. તેઓ કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરે છે. તેમણે પણ પિતાની જેમ જ ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post