• Home
  • News
  • અનુષ્કા શર્મા-વિરાટ કોહલી નીમ કરોલી બાબાના આશ્રમ બાદ હવે દયાનંદ મહારાજના આશ્રમ ગયાં
post

આ યાત્રા બાદ કોહલી 'બોર્ડર ગાવસ્કર ટ્રોફી'માં સદી ફટાકરશે તેમ ચાહકો માની રહ્યા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-31 19:00:50

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અવારનવાર પતિ વિરાટ કોહલી સાથે મંદિર તથા સંત-મહાસંતોને મળતી હોય છે,. અનુષ્કા ફરી એકવાર પતિ સાથે ઋષિકેશ ગઈ હતી. વિરાટ-અનુષ્કાએ થોડાં સમય પહેલાં નીમ કરોલી બાબાના આશ્રમમાં દર્શન કર્યા હતા. હવે તેમણે ઋષિકેશનાં દયાનંદ આશ્રમમાં સ્વામી દયાનંદજી મહારાજની સમાધી આગશ શિશ ઝૂકાવ્યું હતું. આ યાત્રા બાદ કોહલી 'બોર્ડર ગાવસ્કર ટ્રોફી'માં સદી ફટાકરશે તેમ ચાહકો માની રહ્યા છે. નોંધનીય છે કે સ્વામી દયાનંદજી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ ગુરુ છે.

મેદાનમાં રનનો વરસાદ કરશે
સો.મીડિયામાં વિરાટ કોહલી તથા અનુષ્કા શર્મા સમાધિ આગળ હાથ જોડીને બેઠાં હોય છે. વિરાટ ઓલિવ ગ્રીન જેકેટ તથા બ્લેક શર્ટમાં છે, જ્યારે અનુષ્કા બ્લેક જેકેટની સાથે વ્હાઇટ કેપમાં જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે.

 

વામિકાની ક્યૂટ મસ્તી કેમેરામાં ક્લિક થઈ હતી
થોડા સમય પહેલાં વિરાટ-અનુષ્કા દીકરી સાથે 'બાબા નીમ કરોલી' આશ્રમમાં ગયાં હતાં. બંનેએ શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના આશીર્વાદ લીધા હતા. આ મુલાકાતનો એક વીડિયો વાઇરલ થયો હતો. વ્હાઇટ ડ્રેસમાં વામિકા ઘણી જ સુંદર લાગતી હતી. વામિકાનો આ વીડિયો જોઈને ચાહકો ખુશ થઈ ગયા હતા. અનુષ્કાના ખોળામાં બેઠેલી વામિકા આમતેમ જોતી હોય છે અને જ્યારે તેની મમ્મીને ચૂંદડી ઓઢાડવામાં આવે ત્યારે તે તરત જ તેની મમ્મી સામે ક્યૂટ રીતે જોતી હોય છે. આ વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો હતો.