• Home
  • News
  • શોપિયાંના પિંજોરા વિસ્તારમાં સેનાએ 4 આતંકીઓને ઠાર કર્યા, 8 દિવસમાં 18 આતંકીઓને ઠાર કરાયા
post

ઈન્ટેલિજન્સના ઈનપુટ પછી સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-08 10:48:06

શોપિયાં: જમ્મુ-કાશ્મીરના શોપિયામાં પિંજોરા વિસ્તારમાં સેનાએ સોમવારે એન્કાઉન્ટરમાં 4 આતંકીઓને ઠાર કર્યા છે. આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળતાં સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ પહેલાં રવિવારે શોપિયાના જ રેબન ગામમાં 5 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. એન્કાઉન્ટરમાં પુલવામા અને કુલુગામના હિજ્બુલ કમાન્ડર ફારુક અહમદ બટ ઉર્ફે નાલીને પણ ઠાર કરાયો હતો. તે A++ આંતકીઓના લિસ્ટમાં હતો.

8 દિવસમાં 6 એન્કાઉન્ટર, 18 આતંકીઓ ઠાર
ઈન્ટેલિજન્સ એજન્સીએ ગયા મહિને પાકિસ્તાનથી આતંકીઓની ઘૂસણખોરીનું એલર્ટ આપ્યું હતું. ત્યારપછી સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

1 જૂન: નૌશેરા સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કરતાં 3 પાકિસ્તાની આતંકીઓને સેનાએ ઠાર કર્યા હતા.
2
જૂન: પુલવામાના ત્રાલ વિસ્તારમાં 2 આતંકીઓને ઠાર કરાયા
3
જૂન: પુલવામાના કંગન વિસ્તારમાં સેનાએ 3 આતંકીઓને માર્યા
5
જૂન: રાજૌરી જિલ્લાના કાલાકોટમાં એક આતંકીને મારવામાં આવ્યો.
7
જૂન: શોપિયાંના રેબન ગામમાં 5 આતંકીઓને મારવામાં આવ્યા
8
જૂન: શોપિયાંના પિંજોરા વિસ્તારમાં 4 આતંકી ઠાર કરાયા

 

adv

Related News

post
post
post
post
post
post
post