• Home
  • News
  • પ્રેક્ટિસ કરતા બોગસ તબીબની ધરપકડ, 1 વર્ષથી ધમધતું હતું દવાખાનું
post

કોઇ પણ વ્યક્તિએ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં દવાખાનામાં જતા પહેલા ડોક્ટર વિશે જરૂરી ચકાસણી કર્યા બાદ જ જવું જોઇએ. કારણે ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ ડોક્ટરો (Bogus Doctor) નો રાફડો ફાટ્યો છે ત્યારે વડોદરા જિલ્લાના ઇટોલા પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટરની વડોદરા શહેર એસ.ઓ.જી (SOG) એ ધરપકડ કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-31 10:09:25

આણંદ: કોઇ પણ વ્યક્તિએ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં દવાખાનામાં જતા પહેલા ડોક્ટર વિશે જરૂરી ચકાસણી કર્યા બાદ જ જવું જોઇએ. કારણે ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ ડોક્ટરો (Bogus Doctor) નો રાફડો ફાટ્યો છે ત્યારે વડોદરા જિલ્લાના ઇટોલા પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટરની વડોદરા શહેર એસ.ઓ.જી (SOG) એ ધરપકડ કરી છે.

મહામારીમાં સરકાર અને તબીબો દ્વારા કોરોના (Coronavirus) પોઝીટીવ દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તેવામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઇટોલા રેલવે ફાટક પાસે પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટર (Bogus Doctor) ની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, વરણા (Varna) માં પોલીસ સ્ટેશન (Police Station) ની હદ વિસ્તારમાં આવતા ઇટોલા રેલવે ફાટક નજીક હરિરામસિંહ રામનાથસિંહ કુશ્વાહા રહેવાસી ગામ મહદહ, બક્સર બિહાર તબિબ તરીકે પ્રેક્ટીસ કરતો હતો. પોલીસે સ્થળે દરોડો પાડ્યો ત્યારે બોગસ ડોક્ટર હરિરામ સ્ટેટોસ્કોપ લગાવીને દર્દીની સારવાર આપી રહ્યો હતો. 

ટીમે દરોડા (Raid) માં હરિરામની પુછપરછ કરી તેની પાસે ડિગ્રી કે મેડીકલ કાઉન્સિલનું પ્રેક્ટીસનું સર્ટીફીકેટ નહિ હોવાનું જણાવ્યું હતું. અને પોતે મધ્યપ્રદેશ, ભોપાલ ખાતે હોમિયોપેથીમાં ટ્રેઇનીંગનો અભ્યાસ કર્યો હોવાનું જણાવ્યું હતું.

એસઓજી પોલીસે બોગસ ડોક્ટર વિરૂદ્ધ ભારતીય મેડીકલ કાઉન્સિલ એક્ટ 1956 તથા ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસ એક્ટ 1963 અંતર્ગત ગુનો નોંધ્યો હતો. બોગસ તબીબ દ્વારા ડિગ્રી વગર છેલ્લા 1 વર્ષથી દવાખાનું ચલાવતો હતો.
 
આવા કિસ્સાઓ બાદ હવે સામાન્ય લોકોએ પણ અજાણી જગ્યાએ ડોક્ટર પાસે જતા પહેલા યોગ્ય માહિતી ભેગી કરી લેવી પડશે  તેમ લાગી રહ્યુ છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post