• Home
  • News
  • 30 એપ્રિલ સુધી જેટલા કોરોના ટેસ્ટ થયા, તેમાંથી 70% લોકોનો ડેટા રાખ્યો નથી; આ દરમિયાન 44% દર્દીઓ એવા પણ હતા, જેઓ કઈ રીતે સંક્રમિત થયા તે ખબર નથી પડી
post

22 જાન્યુઆરીથી 30 એપ્રિલની વચ્ચે 10 લાખ 21 હજાર 518નો ટેસ્ટ થયો હતો, જેમાંથી 40 હજાર 184 કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-06 12:05:15

નવી દિલ્હી: ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા દેશમાં કોરોના ટેસ્ટિંગ અંગે એક અભ્યાસ કરવામાં આવ્યો છે. તેમાં ICMR સરકારી એજન્સી છે, જ્યારે પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એક પબ્લિક-પ્રાઇવેટ એજન્સી છે. તેમાં કેટલાક સ્વતંત્ર સંશોધનકારો પણ શામેલ હતા.

આ સ્ટડીમાં સામે આવ્યું છે કે, 22 જાન્યુઆરીથી 30 એપ્રિલની વચ્ચે ત્રણ મહિનામાં જેટલા કોરોના દર્દીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, તેમાંથી 70.6% દર્દીઓનો ડેટા રાખવામાં આવ્યો નથી. સ્ટડી કહે છે કે, ડેટા ન હોવાથી દેશમાં કોરોનાવાયરસ કઈ રીતે ફેલાય રહ્યો છે, તે સમજવું મુશ્કેલ છે. 

આ સ્ટડી મુજબ, 22 જાન્યુઆરીથી 30 એપ્રિલની વચ્ચે મળી આવેલા કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી 28% દર્દીઓમાં કોઈ લક્ષણો દેખાયા નહોતા. 30 એપ્રિલ સુધીમાં, દેશમાં 40 હજાર 184 કોરોના દર્દીઓ હતા.

આ સમયગાળા દરમિયાન જેટલા ટેસ્ટ થયા, તેમાં 67% પુરુષ અને 33% મહિલાઓ હતી. દર 10 લાખમાંથી 41.6 પુરૂષો અને 24.3 મહિલાઓની તપાસ કરવામાં આવી હતી. જોકે, પુરુષોની સરખામણીએ વધુ કોરોના પોઝિટિવ રિપોર્ટ મહિલાઓનો આવ્યો હતો. જેટલા ટેસ્ટ થયા એમાં 3.8 % પુરુષ અને 4.2% મહિલાઓ પોઝિટિવ હતી. 

સ્ટડી તૈયાર કરવા માટે 10 લાખ 21 હજાર 528 ટેસ્ટ અને 40 હજાર 184 કોરોના પોઝિટિવ દર્દીઓના ડેટા એનલાઇસ કરાયા હતા. આ સ્ટડી સૂચવે છે કે સરકારે વધુને વધુ કોન્ટેકટ ટ્રેસિંગ અને ટેસ્ટિંગ કરવાની જરૂર છે.

30 એપ્રિલ સુધીમાં દર 10 લાખે 770 લોકોનું ટેસ્ટિંગ થયું
સ્ટડી મુજબ, 22 જાન્યુઆરીથી 30 એપ્રિલ સુધી દેશના દર 10 લાખ લોકોમાંથી માત્ર 770 લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. મિઝોરમમાં 172થી ઓછા લોકોનું ટેસ્ટિંગ કરાયું હતું અને લદાખમાં વધુમાં વધુ 8,786 લોકોનો કોરોના ટેસ્ટ કરાયો હતો. 

મહારાષ્ટ્ર જ્યાં કોરોનાના સૌથી વધુ કેસ છે, ત્યાં 30 એપ્રિલ સુધીમાં દર 10 લાખે ફક્ત 1 હજાર 70 લોકોની તપાસ કરવામાં આવી હતી. જ્યારે દિલ્હીમાં 2 હજાર 149 અને ગુજરાતમાં 1 હજાર 133 ટેસ્ટ લેવામાં આવ્યા હતા.

70% દર્દીઓનો ડેટા ન હોવાનું પરિણામ: પોઝિટિવ દર્દીઓનું કોન્ટેકટ ટ્રેસિંગ ન થઈ શક્યું
કારણ કે અમારી પાસે 22 જાન્યુઆરીથી 30 એપ્રિલ દરમિયાન કોરોનાના જેટલા ટેસ્ટ તેમાંથી 70.6%નો ડેટા નથી. પરિણામે, પોઝિટિવ દર્દીઓનું કોન્ટેકટ ટ્રેસિંગ પણ યોગ્ય રીતે કરવામાં આવ્યું ન હતું. અને કોરોના જેવા રોગને રોકવા માટે કોન્ટેકટ ટ્રેસિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

30 એપ્રિલ સુધીમાં, દેશમાં 40 હજાર 184 દર્દીઓ કોરોના પોઝિટિવ મળ્યાં હતાં. ફક્ત 20.4% એટલે કે આ દર્દીઓના સંપર્કમાં આવેલા 8 લાખ 20 હજાર 320 લોકોનો જ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

આ લોકોમાંથી ફક્ત 6% લોકો દર્દીઓના નજીકના સંબંધીઓ અને મિત્રો હતા. બાકીના 14% એવા લોકો હતા કે જેઓ કોઈ રીતે દર્દીના સંપર્કમાં આવ્યા હતા. જેમ કે - ડોકટરો, હેલ્થકેર સ્ટાફ, પડોશીઓ.

આનું એક પરિણામ એ આવ્યું કે આપણને ખબર નથી કે 44% લોકો કેવી રીતે સંક્રમિત થયા
અભ્યાસ અનુસાર 30 એપ્રિલ સુધીમાં 10.21 લાખથી વધુ ટેસ્ટ થયા હતા, જેમાંથી 40 હજાર 184 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેટલા લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, તેમાંથી 11 હજાર 295 એટલે કે 28.1% દર્દીઓ એવા હતા જેમનામાં કોરોનાનાં લક્ષણો નહોતા.

એટલું જ નહીં, આ દરમિયાન 17 હજાર 759 એટલે કે 44.2% લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ એવા લોકો હતા જેમને સંક્રમણ કઈ રીતે થયું તે ખબર પડી નથી. 

adv

Related News

post
post
post
post
post
post
post