• Home
  • News
  • જેટલા મોત દેશના 28 રાજ્યોમાં, એટલા માત્ર ગુજરાતમાં, છેલ્લા 10 દિવસમાં કેસ 189%, મોત 239% વધ્યા
post

22 રાજ્યોનાં કુલ પોઝિટિવ કેસ બરાબર ગુજરાતમાં કેસ

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-05 08:47:41

અમદાવાદ: મહારાષ્ટ્ર પછી ગુજરાત કોરોનાનું ગઢ બનવા માંડ્યું છે. પોઝિટિવ કેસ અને કોરોનાને કારણે મોતનો કોઠો જોઈએ તો ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. પરંતુ એનાથી પણ ભયાનક સત્ય એ છે કે જેટલા મોત બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા સહિત દેશના 28 રાજ્યો- કેન્દ્રશાસિત પ્રદેશોમાં થયા છે એટલા એકલા ગુજરાતમાં થઈ ચૂક્યા છે. આ 28 રાજ્યોમાં સોમવારે સાંજ સુધીમાં 308 મોત નોંધાયા હતા. જ્યારે એકલા ગુજરાતમાં 319 મોત થઈ ચૂક્યા છે.  બીજીબાજુ પોઝિટિવ કેસની વાત કરીએ તો 22 રાજ્યોના કુલ કેસમાંથી વધુ કેસ ગુજરાતમાં છે. દેશના 22 રાજ્યોમાં અત્યાર સુધીમાં 5610 કેસ થયા છે. જ્યારે ગુજરાતમાં 5804 કેસ થઈ ચૂક્યા છે.


રાજ્ય સરકાર ગુજરાતમાં વધતા કેસ અને મોત અંગે ભ્રમમાં
ગુજરાતમાં આટલી ઝડપથી કેસમાં વધારો અને મોત થવાનું કારણ ન તો ગુજરાત સરકારને ખબર છે ન તો કેન્દ્ર સરકારને. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય એ રાજ્યોના આંકડા જણાવીને વાહવાહી મેળવી રહ્યું છે કે જ્યાં કોરોના કંટ્રોલમાં છે. પરંતુ ગુજરાત અંગે તે સંપૂર્ણપણે મૌન છે. બીજીબાજુ રાજ્ય સરકાર ગુજરાતમાં વધતા કેસ અને મોત અંગે ભ્રમમાં છે. ક્યારેક તે વિદેશનું ઉદાહરણ આપે છે તો ક્યારેક દેશના અન્ય રાજ્યોને ટાંકે છે. ગુજરાતમાં કોરોનાનું એપી સેન્ટર બની ચૂકેલા અમદાવાદના મ્યુનિ. કમિશનર વિજય નહેરા દાવો કરે છે કે અમદાવાદમાં રિકવરી રેટ વધ્યો છે. એક્ટિવ કેસ ઓછા થઈ રહ્યા છે. પરંતુ હકીકત તેનાથી વિપરિત છે.


ગુજરાતમાં 10 દિવસમાં મોતના કેસ 239% વધ્યા
24
એપ્રિલે રાજ્યમાં 127 મોત નોંધાયા હતા.4 મે સુધીમાં આંકડો 319 પર પહોંચ્યો. 10 દિવસમાં 192 મોત થયા. સરેરાશ રોજના 19 મોત. છેલ્લા 10 દિવસમાં મોતના આંકડામાં 239 ટકાનો વધારો નોંધાયો છે જે મુંબઈથી વધુ છે.


રાજ્યમાં પોઝિટિવ કેસ 10 દિવસમાં 189%  વધ્યા
24
એપ્રિલ પછી પોઝિટિવ કેસમાં 189%નો વધારો થયો. 24 એપ્રિલે ગુજરાતમાં 2815 કેસ હતા. 4 મેએ 5804 થયા. 2989 કેસ વધ્યા. ડબલિંગ રેટ પણ 10 દિવસમાં 9.5નો થયો છે.      


રિકવરીમાં તામિલનાડુ પ્રથમ, ગુજરાત છેલ્લું
એક હજારથી વધુ કેસ વાળા 8 રાજ્યોમાં તામિલનાડુમાં સૌથી સારો રિકવરિ રેટ છે. અહીં સોમવાર સુધીમાં 3023 દર્દી હતા. તેમાંથી 1400 દર્દી 48 ટકા દર્દી સાજા થઈ ચૂક્યા છે. તમિલનાડુ પછી તેલંગણા, પછી રાજસ્થાનનો ક્રમ છે. ગુજરાત 8 રાજ્યોમાં સૌથી નીચલા સ્તરે છે.



રાજ્ય રિકવરી રેટ

તમિલનાડુ

48%

તેલંગણા 

42.5%

રાજસ્થાન

42%

દિલ્હી

31%

ઉત્તરપ્રદેશ

28%

મધ્યપ્રદેશ

28%

મહારાષ્ટ્ર

16%

ગુજરાત 

15.56%