• Home
  • News
  • સદી ફટકારતાની સાથે જ 60 પર પહોંચી બેટિંગ એવરેજ!
post

શ્રીલંકા સામે ત્રીજી વન-ડે મેચમાં શુભમન ગિલે શાનદાર 116 રનની ઈનિંગ્સ રમી. શુભમન ગિલની આ વન-ડે કારકિર્દીની બીજી સદી હતી. શુભમન ગિલે ગયા વર્ષે ઝિમ્બાબ્વે સામે હરારેના મેદાન પર સદી ફટકારી હતી. ગિલ સિવાય વિરાટ કોહલીએ પણ આ મેચમાં સદી ફટકારી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-16 18:39:51

નવી દિલ્લી:: ભારત અને શ્રીલંકાની વચ્ચે ત્રીજી વન-ડે મેચ તિરુવનંતપુરમના ગ્રીન ફીલ્ડ સ્ટેડિયમમાં આયોજિત થઈ. આ મેચમાં ઓપનર બેટ્સમેન શુભમન ગિલે શાનદાર બેટિંગ કરી. શુભમન ગિલે 97 બોલમાં 116 રનની કમાલની ઈનિંગ્સ રમી. આ મેચમાં ગિલના બેટમાંથી 14 ચોક્કા અને 2 સિક્સર નીકળી. શુભમન ગિલની આ વન-ડે કારકિર્દીની બીજી સદી હતી. શુભમન ગિલે ગયા વર્ષે ઝિમ્બાબ્વે સામે હરારેના મેદાન પર સદી ફટકારી હતી. ગિલ સિવાય વિરાટ કોહલીએ પણ આ મેચમાં સદી ફટકારી હતી.

ટીમ ઈન્ડિયાનું નવું રન મશીન: 
શુભમન ગિલ જે પ્રમાણે બેટિંગ કરી રહ્યો છે તેને વન-ડે  ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનું નવું રન મશીન કહી શકાય. ગિલે અત્યાર સુધી 18 ઈનિંગ્સમાં 59.60ની એવરેજથી 894 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 2 સદી અને 5 અર્ધસદી નીકળી છે. એટલે કે 18 ઈનિંગ્સમાં ગિલે 7 વખત 50 રનનો આંકડો પાર કરી દીધો છે. 

શુભમન ગિલની 50+ ઈનિંગ્સ:
1.
શ્રીલંકા સામે 116 રન
2.
ઝિમ્બાબ્વે સામે 130 રન
3.
વેસ્ટ ઈન્ડિઝ સામે 98 રન
4.
ઝિમ્બાબ્વે સામે 82 રન
5.
શ્રીલંકા સામે 70 રન
6.
વેસ્ટ ઈન્ડિઝ સામે 64 રન
7.
ન્યૂઝીલેન્ડ સામે 50 રન

વિરાટ કોહલી સાથે મોટી પાર્ટનરશીપ કરી:
શુભમન ગિલે પહેલા રોહિત શર્માની સાથે મળીને પહેલી વિકેટ માટે 95 રનની ભાગીદારી કરી. ત્યારબાદ કોહલી સાથે મળીને 131 રનની પાર્ટનરશીપ કરી. ગિલે કોહલીની સાથે પાર્ટનરશીપ દરમિયાન 89 બોલમાં 11 ચોક્કા અને 2 સિક્સની મદદથી સદી પૂરી કરી હતી.