• Home
  • News
  • પાયલટે કહ્યું- હું ભાજપમાં નહી જોડાઉ, કોંગ્રેસે પાયલટને અયોગ્ય જાહેર કરવાની તૈયારી કરી, સ્પીકરને નોટિસ મોકલી
post

સચિન પાયલટને ડેપ્યુટી સીએમ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી હટાવાયા;પણ હજુ તેમને પાર્ટીમાંથી કાઢવામાં નથી આવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-15 11:17:27

જયપુર: રાજસ્થાનના રાજકારણમાં ચાલી રહેલી ઉથલપાથલ અંગે પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટે પહેલી વખત પોતાની વાત કહી છે. તેમણે બુધવારે કહ્યું કે, તેઓ ભાજપમાં જોડાવાના નથી. પાયલટે વધુમાં કહ્યું, હું હાલ પણ કોંગ્રેસનો સભ્ય છું. ઘણા લોકો મારું નામ ભાજપ સાથે જોડી રહ્યા છે. મારી છાપ ખરડવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. મે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારને પાછી લાવવા માટે તનતોડ મહેનત કરી હતી, પરંતુ પછી મારી વાત સાંભળવામાં ન આવી. 

સચિન પાયલયને કોંગ્રેસના ડેપ્યુટી સીએમ અને પ્રદેશ અધ્યક્ષ પદ પરથી હટાવ્યા પછી કોંગ્રેસે તેમને અયોગ્ય જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. એસેમ્બલી સ્પીકરે બુધવારે કોંગ્રેસની ફરિયાદ બાદ પાયલટ સહિત 19 સંતુષ્ટ ધારાસભ્યોને નોટિસ આપી છે. તેમની પાસેથી શુક્રવાર સુધી જવાબ માંગવામાં આવ્યો છે. 
પાયલટ અને અન્ય બળવાખોર ધારાસભ્યોને નોટિસમાં પુછવામાં આવ્યું છે કે પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ અને કોંગ્રેસ ધારાસભ્યોની બે બેઠકોમાં સામેલ ન થવા અંગે તેમને અયોગ્ય કેમ ન ઠેરવવા જોઈએ? આ સાથે જ પાયલટે કહ્યું કે, તે ભાજપમાં નહીં જોડાય.

પાર્ટીમાં પોતાની વાત કહેવા માટે મંચ ન હતું 

·         પાયલટે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, તે મુખ્યમંત્રી ગેહલોતથી નારાજ નથી. તેમણે ગેહલોત પાસે કોઈ ખાસ પાવર નહોતો માગ્યો બસ તેઓ એટલું જ ઈચ્છતા હતા કે જનતાને કરેલા વાયદા પુરા કરવામાં આવે. તેમને પુછવામાં આવ્યું કે, તમે બળવાખોરી કેમ કરી? પાર્ટી સાથે ચર્ચા કેમ ન કરી? જવાબમાં તેમણે કહ્યું કે, પાર્ટીમાં ચર્ચા કરવા માટે કોઈ મંચ નહોતું વધ્યું.

·         રાહુલ ગાંધીએ આ મામલામાં દખલગીરી કરી? તમારી તેમની સાથે વાત થઈ? જવાબમાં કહ્યું કે, રાહુલ ગાંધી હવે કોંગ્રેસ અધ્યક્ષ નથી. રાહુલે જ્યારે રાજીનામું આપ્યું, ગેહલોત જી અને તેમના AICCના મિત્રોએ મારા વિરોધમાં મોરચો ઊભો કરી દીધો. ત્યારથી મારા માટે આત્મસન્માન જાળવવું મુશ્કેલ થઈ ગયું હતું.આ સત્તા નહીં પણ આત્મસન્માનની વાત હતી.

અપડેટ્સ

·         રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડેએ કહ્યું કે, પાયલટ સહિત 19 અન્ય સભ્યોને ધારાસભ્ય પક્ષની બેઠકમાં સામેલ ન થવા અંગે નોટિસ આપી છે. જો તે બે દિવસમાં જવાબ નહીં આપે તો એવું માનવામાં આવશે કે તે કોંગ્રેસ ધારાસભ્ય પક્ષમાંથી પોતાનું સભ્યપદ છોડી રહ્યા છે.

·         મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે નવી રીતે કેબિનેટની રચના અંગે કામ શરૂ કરી શકે છે. આ માટે બપોર સુધીમાં મુખ્યમંત્રી આવાસ પર બેઠક થઈ શકે છે.

·         પ્રદેશ કોંગ્રેસની તમામ કારોબારીનો ભંગ કરી દેવાયો છે. નવા અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરા નવેસરથી તેની રચના કરશે 

·         સ્પીકરની નોટિસ મળ્યા પછી પાયલટ દિલ્હીમાં બંધારણ અને કાયદાના જાણકારો સાથે ચર્ચા કરી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે, તે નવી રાજકીય પાર્ટીની રચના કરવા માટે નિષ્ણાતો સાથે ચર્ચા કરી રહ્યા છે.

સચિન પાયલટને સરકાર અને પાર્ટીમાં પદ પરથી હટાવાયા છે. પાયલટને ડેપ્યુટી સીએમ અને પ્રદેશ પાર્ટી અધ્યક્ષ પદ પરથી હટાવાયાના એક કલાક પછી ગેહલોત સામે આવ્યા અને કહ્યું કે, રાહ જોઈ કે ઈશ્વર તેમને સદબુદ્ધિ આપે, પણ આજે પણ તેઓ ન આવ્યા.
આ નિવેદન ધારાસભ્ય પક્ષની બેઠક પછી આવ્યું હતું. બેઠક પછી જ સાવચેતીના ભાગરૂપે તમામ ધારાસભ્યોને બસથી હોટલ મોકલી દેવાયા હતા. આ હોટલમાંથી CM મંત્રીઓને લઈને તેમના આવાસ પર પહોંચ્યા હતા, જ્યાં હાલ કેબિનેટની મીટિંગ યોજાઈ હતી. આ દરમિયાન વિભાગો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

તો આ તરફ પાર્ટીની કાર્યવાહી પછી પાયલટે પોતાના ઈરાદા વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું કે, સત્ય પરેશાન થઈ શકે છે, પણ હારી ન શકે. કહેવામાં આવી રહ્યું છે કે બુધવારે સવારે પાયલટ પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. આ સાથે જ વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં ભાજપમાં પણ હલચલ શરૂ થઈ ગઈ છે.બુધવારે જ જયપુરમાં વરિષ્ઠ ભાજપ નેતાઓની બેઠક યોજાવાની છે. જેમાં સામેલ થવા માટે વસુંધરા રાજે ધૌલપુરથી જયપુર પહોંચશે.

મહત્વના અપડેટ્સ

·         ગેહલોતના આવાસ પર કેબિનેટની બેઠક રાતે સવા દસ વાગ્યે ખતમ થઈ. વિભાગો અંગે ચર્ચા કરાઈ. 

·         જયપુરમાં બુધવારે ભાજપના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાવાની છે. વસુંધરા પણ હાજરી આપશે. 

·         સમાચાર સામે આવી રહ્યા છે કે બુધવારે સવારે 10 વાગ્યે મીડિયા સાથે વાતચીત કરશે.

·         પાયલટની જગ્યાએ ગોવિંદ સિંહ ડોટાસરાને રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ કમિટિના નવા અધ્યક્ષ બનાવાયા છે. 

·         પાયલટ સમર્થક વિશ્વેન્દ્ર સિંહ અને રમેશ મીણા પાસેથી પણ મંત્રી પદ છીનવી લેવાયું છે. 

·         ગણેશ ગોગરા ધારાસભ્યને પ્રાંત યુવા કોંગ્રેસ અને હેમ સિંહ શેખાવતની પ્રદેશ સેવા દળના અધ્યક્ષ તરીકેની નિમણૂક કરવામાં આવી છે.

D  અશોક ગેહલોતે પાયલટ પર કટાક્ષ કર્યો 

ધારાસભ્ય પક્ષની બેઠક પછી મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે પ્રથમ વખત દેશ ખતરામાં આવી રહ્યો છે. જે સરકાર દેશમાં આવી છે, તે નાણાંના જોરે રાજ્યની બીજી સરકારને તોડી રહી છે. સરકારો બદલાઈ છે, રાજીવ ગાંધી પણ ચૂંટણી હાર્યા છે. આ દેશમાં ઘણું થયું છે. તમે વિચારો પાકિસ્તાનમાં પણ આવું થતું નથી. પાયલટ, ભાજપના હાથમાં રમી રહ્યાં છે. જે મધ્યપ્રદેશમાં મેનેજ કરી રહ્યાં હતા, તેઓ જ અહીં લાગ્યા છે.
તેમણે કહ્યું કે તમે વિચારી શકો છો કે તેમનો ઈરાદો શું છે ? તમે જણાવો 122 ધારાસભ્યો અમારી સાથે છે. 102 કોંગ્રેસના છે. આવી સ્થિતિમાં શું કોંગ્રેસના કોઈ ધારાસભ્ય ફલોર ટેસ્ટની માંગ કરી શકે છે.   

·         ઓબ્ઝર્વર સુરજેવાલાએ કહ્યું કે, કોંગ્રેસે નાની વયમાં જ પાયલટને ઘણું બધું આપ્યું છે
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, કોંગ્રેસ નેતૃત્વએ વારંવાર કહ્યું કે, જે રાજકીય શક્તિ સચિન પાયલટને નાની વયમાં આપવામાં આવી, તે કદાચ કોઈને નથી મળી. 30-32 વર્ષની ઉંમરમાં તેમને કેન્દ્રીય મંત્રી બનાવાયા હતા. 34 વર્ષની ઉંમરમાં રાજસ્થાનના કોંગ્રેસ અધ્યક્ષ પદની જવાબદારી આપવામાં આવી. 40 વર્ષની ઉંમરમાં ઉપ મુખ્યમંત્રી બનાવાયા. આટલા ઓછા સમયમાં કોઈને પ્રોત્સાહિત કરવાનો અર્થ એ છે કે સોનિયા અને રાહુલના આશીર્વાદ તેમની સાથે છે. છેલ્લા 4 દિવસથી પણ કોંગ્રેસ કહેતી હતી કે, સચિન પાયલટ આવશે તો તેમનું સાંભળવામાં આવશે. પરંતુ દુઃખ એ વાતનું છે કે પાયલટ અને તેમના ઘણા સાથીઓ 8 કરોડ રાજસ્થાનીઓ દ્વારા ચૂંટાયેલી સરકારને પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

·         પાયલટે કહ્યું કે, સત્ય પરેશાન થઈ શકે છે, હારી ન શકે

·         બેઠકમાં 22 ધારાસભ્યો ન પહોંચ્યા
કોંગ્રેસના ધારાસભ્યોઃ સચિન પાયલટ, રમેશ મીણા, ઈન્દ્રાજ ગુર્જર, ગજરાજ ખટાના, રાકેશ પારીક, મુરારી મીણા, પીઆર મીણા, સરેશ મોદી, ભંવર લાલ શર્મા, વેદપ્રકાશ સોલંકી, મુકેશ ભાકર, રામનિવાસ ગાવડિયા, હરીશ મીણા, બૃજેન્દ્ર ઓલા, હેમારામ ચૌધરી, વિશ્વેન્દ્ર સિંહ, અમર સિંહ, દીપેન્દ્ર સિંહ અને ગજેન્દ્ર શક્તાવત.
અપક્ષ ધારાસભ્યઃ સુરેશ ટાંક, ઓમ પ્રકાશ અને ખુશવીર સિંહ જોજાવર. 

·         રાજસ્થાન વિધાનસભાની વર્તમાન સ્થિતિ: કુલ સીટ: 200

પાર્ટી

ધારાસભ્યોની સંખ્યા

કોંગ્રેસ

107

ભાજપ

72

અપક્ષ

13

RLP

3

BTP

2

ડાબેરી

2

RLD

 1

 

adv

Related News

post
post
post
post
post
post
post