• Home
  • News
  • Asia Cup 2023: ભારતીય ટીમ પાસે ફાઈનલમાં પહોંચવાની તક, આજે સુપર-4માં શ્રીલંકા સામે થશે ટક્કર
post

ભારતે ગઈકાલે સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાનને 228 રનથી હરાવ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-12 12:13:14

ભારતીય ટીમ પાકિસ્તાનને 228 રનથી હરાવી ફાઈનલની નજીક પહોંચી ગઈ છે. પાકિસ્તાન બાદ આજે ભારતની ટક્કર શ્રીલંકા સાથે થવાની છે. જો ભારત આજની મેચ જીતવામાં સફળ થાય છે તો તે એશિયા કપ 2023ની ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની જશે. જો કે મેચ હારવાની સ્થિતિમાં પણ ભારત પાસે ફાઈનલમાં પહોંચવાનો વિકલ્પ રહેશે. સુપર-4માં પ્રથમ જીત બાદ ભારતે પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે. બીજી તરફ શ્રીલંકાની ટીમે પણ બાંગ્લાદેશને હરાવ્યું છે અને તે પણ ફાઈનલની રેસમાં છે.

ભારત ફાઈનલનો દાવેદાર

શ્રીલંકા સામે મેચ હારવાની સ્થિતિમાં પણ ભારત સારી રનરેટના કારણે ફાઈનલનો દાવેદાર રહેશે. ભારત 15 સેપ્ટેમ્બરના રોજ બાંગ્લાદેશ સામે રમાનાર મેચથી ફાઈનલની ટિકિટ મેળવી શકે છે. બાંગ્લાદેશને હરાવવું ભારત માટે વધુ મુશ્કેલ નહી હોય કારણ કે બાંગ્લાદેશના બેટ્સમેનોએ અત્યાર સુધી એશિયા કપ 2023માં ખુબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. બીજી તરફ જો શ્રીલંકા આજની મેચ હારી જાય છે તો તેના માટે ફાઈનલનો રસ્તો થોડો મુશ્કેલ થઇ જશે. જો કે શ્રીલંકા પાકિસ્તાનને હરાવીને ફાઈનલમાં પહોંચી શકે છે.  

ભારતીય ટીમની પ્લેઇંગ ઈલેવનમાં મોટા ફેરફારો જોવા મળી શકે

એશિયા કપ 2023ના સુપર-4 રાઉન્ડમાં આજે ભારતીય ટીમ બીજી મેચ શ્રીલંકા સામે રમશે. આ મેચમાં ભારતીય ટીમની પ્લેઇંગ ઈલેવનમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. આ ફેરફારોનું સૌથી મોટું કારણ સતત બે મેચો હશે, કારણ કે ભારતે સુપર-4ની પ્રથમ મેચ ગઈકાલે રાત્રે 11 વાગ્યે પૂરી કરી હતી, જે રિઝર્વ ડે પર રમાઈ હતી. હવે ભારતીય ટીમને બીજી મેચ આજ શ્રીલંકા સામે રમવાની છે. આવી સ્થિતિમાં ખેલાડીઓને આરામ આપવાના કારણે આ ફેરફાર થઇ શકે છે.

રાહુલને આપી શકાય છે આરામ

પાકિસ્તાન વિરુદ્ધ સુપર-4માં કે એલ રાહુલે ઈજાના કારણે લાંબા સમય બાદ મેદાન પર વાપસી કરી હતી. તેણે 106 બોલમાં 111 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ત્યારબાદ રાહુલે વિકેટકીપિંગ પણ કરી હતી. ગઈકાલની મેચમાં રાહુલનો ફિટનેસ ટેસ્ટ થયો હતો. હવે ભારતને આજે ફરી મેચ રમવાની છે. જેથી રાહુલને આજે શ્રીલંકા સામેની મેચમાં આરામ આપવામાં આવી શકે છે અને તેની જગ્યાએ સૂર્યકુમાર યાદવને મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે રમાડવામાં આવી શકે છે. આ સ્થિતિમાં ઈશાન કિશન વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે.

એશિયા કપ માટે બંને ટીમોની સ્ક્વોડ

ભારત

રોહિત શર્મા (C), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ (wkt), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, શ્રેયસ અય્યર, પ્રસિદ્ધ કૃષ્ણા, તિલક વર્મા

શ્રીલંકા

દાસુન શનાકા (C), દિમુથ કરુણારત્ને, કુસલ મેન્ડિસ (wkt), સદીરા સમરવિક્રમા, ચરિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, દુનિથ વેલાગે, મહિષ તીક્ષાના, કાસુન રજીથા, મથિશા પથિરાના, કુસલ પરેરા, બિનુરા ફર્નાન્ડો, પ્રમોદ મદુશન, દુશાન હેમાંથા

 

adv

Related News

post
post
post
post
post
post
post