ફાઈનલની બીજી ટીમનો નિર્ણય પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે થનાર મેચ દ્વારા નક્કી થશે
એશિયા કપ 2023માં અત્યાર સુધી
શ્રીલંકામાં જેટલી પણ મેચ રમાઈ છે તેમાં વરસાદ વિલેન બન્યો છે. આ સ્થિતિમાં હવે 17 સેપ્ટેમ્બરના રોજ
કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાનાર ફાઈનલ મેચમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
ભારતીય ટીમે શ્રીલંકાને હરાવી ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. ફાઈનલની બીજી ટીમનો
નિર્ણય પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે થનાર મેચ દ્વારા નક્કી થશે.
ફાઈનલ મેચના દિવસે હવામાનની સ્થિતિ ખરાબ થઇ શકે
ભારતીય ટીમે વરસાદના સતત ત્રણ
દિવસ મેચ રમી હતી. સૌથી પહેલા ભારતીય ટીમ પાકિસ્તાન સામે 10 સેપ્ટેમ્બરનર રોજ મેચ
રમી જેમાં વરસાદના કારણે મેચ 11 સેપ્ટેમ્બરના રોજ રિઝર્વ ડેના દિવસે પૂરી થઇ હતી.
ત્યારબાદ 12
સેપ્ટેમ્બરે
ભારતીય ટીમે શ્રીલંકા સામે મેચ રમી હતી. આ મેચમાં પણ વરસાદ પડ્યો હતો પરંતુ મેચ
પૂરી થઇ ગઈ હતી. પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચે 14 સેપ્ટેમ્બરે રમાનાર મેચના
દિવસે હવામાન સાફ રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી અર્હી છે. જયારે 17 સેપ્ટેમ્બરે ફાઈનલ મેચના
દિવસે હવામાનની સ્થિતિ ખરાબ થઇ શકે છે. આવી સ્થિતિમાં ફાઈનલ રિઝર્વ ડેના દિવસે
રમાશે.
પાકિસ્તાન સામે કરો યા મરોની સ્થિતિ
ભારત
સામે કારમી હાર બાદ પાકિસ્તાનને ફાઈનલમાં પહોંચવા માટે શ્રીલંકા સામે મેચ જીતવી
પડશે. આવી સ્થિતિમાં જો હવામાનની સ્થિતિ ખરાબ રહે છે તો આ મેચ રદ્દ કરવામાં આવશે
અને જો મેચ રદ્દ થાય છે તો ફાયદો શ્રીલંકાને મળશે, કારણ કે સુપર-4ના પોઈન્ટ્સ ટેબલ પર
શ્રીલંકાનો નેટ રનરેટ ઘણો સારો છે. શ્રીલંકા અને પાકિસ્તાન પાસે 2-2 પોઈન્ટ્સ છે. અ મેચ માટે
રિઝર્વ ડે પણ નથી રાખવામાં આવ્યો. આવી સ્થિતિમાં પાકિસ્તાન સામે કરો યા મરોની
સ્થિતિ છે.