• Home
  • News
  • હનુમાન પાસે માગી શિલાન્યાસની મંજૂરી, મોરારિ બાપુએ કહ્યું- રામનામ સાર્વભૌમ, એક ધર્મમાં શા માટે બાંધીએ?
post

કાશી વિદ્વત પરિષદના 21 આચાર્યોએ રામ જન્મભૂમિ પરિસરમાં 9 શિલાનું સંસ્કાર પૂજન, વાસ્તુ શાંતિ અને નવગ્રહ પૂજન કરાયું

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-05 11:52:57

અયોધ્યા: મંગળવારની સવાર અયોધ્યા માટે અત્યંત ખાસ હતી. સવારે હનુમાનગઢીમાં બિરાજમાન બજરંગબલીની પૂજા-અર્ચના કરી શ્રીરામ જન્મભુમિ મંદિરના શિલાન્યાસ માટે અનુમતિ માગવામાં આવી. સાથે જ હનુમાનગઢીનાં અસ્ત્ર-શસ્ત્રોનાં પ્રતીક નશાનની વર્ષો પછી વૈદિક રીતિથી પૂજા કરાઈ. બુધવારે વડાપ્રધાન મોદી 500 વર્ષથી પ્રતિક્ષિત શ્રીરામ મંદિરનો શિલાન્યાસ કરશે.

મંગળવારે જન્મભુમિ પર ચારેય ભાઈઓ સાથે બિરાજમાન શ્રીરામલલાની 4 કલાકથી વધુ સમય સુધી ચાલતી ખાસ વૈષ્ણવ રામાર્ચાનું પૂજન કરાયું. જેમાં શ્રીરામલલા સાથે દેવાતાઓનાં પ્રત્યે મંત્રની સાથે તુલસી પત્ર સમર્પિત કરાયું હતું. આ રુદ્રાભિષેક જેવી પૂજા હોય છે. પૂજા માટે કાશી વિદ્વત પરિષદના 21 આચાર્યો સાથે પ્રો. રાજનારાયણ દ્વિવેદી, પ્રો. રામચંદ્ર પાંડેય, પ્રો. વિનય કુમાર તિવારી હાજર હતા. જ્યાં શિલાન્યાસ થવાનો છે, ત્યાં આચાર્યોની એક અલગ ટીમ જયપ્રકાશ ત્રિપાઠી સાથે દેશ-વિદેશથી આવેલી 9 શિલાઓનાં સંસ્કાર પૂજન, સ્થાનનું વાસ્તુ શાંતિ પૂજન, નવગ્રહ વગેરે પૂજામાં લાગેલી રહી. પૂજા કરાયેલી આ શિલાઓ સાથે કાંચી મઠના શંકરાચાર્ય તરફથી આવેલી અષ્ટધાતુના કમળ, નવ રત્નો-સામગ્રી સાથે બુધવારે વડાપ્રધાન સ્વસ્તિવાચન અને વૈદિક મંત્રો સાથે મંદિર નિર્માણનો પ્રારંભ કરશે. જેમાં કાશી વિદ્વદ પરિષદના આચાર્યો સાથે આવેલા ચાંદીના નાગ દંપતી, કચ્છપ અને રત્નો પણ મુકાશે. દેશભરની 1500 જગ્યાઓથી આવેલા જળ અને માટીની પૂજા થશે.

આ દરમિયાન અયોધ્યામાં આરએસએસના વડા મોહન ભાગવત, મહગર કબી મઠના પીઠાચાર્યા, બાબા રામદેવ, સ્વામી અવધેશાનંદ સહિતના મહાનુભાવો આવી પહોંચ્યા છે. બાબા રામદેવે વિવિધ મંદિરો અને ઘાટોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન રામકી પૌડી પર તેમની સાથે સેલ્ફી લેનારાની ભીડ જામતા બાબાને ભાગવું પડ્યું હતું.

સ્મૃતિ ચિહ્ન: અતિથિને રામદરબારના ચિત્રવાળો ચાંદીનો સિક્કો અપાશે
શ્રારામ જન્મભૂમિ ટ્રસ્ટ કાર્યક્રમમાં હાજર તમામ અતિથિને ચાંદીનો સિક્કો ભેટમાં આપશે. જેમાં એક તરફ રામ દરબારની તસવીર હશે, જેમાં ભગવાન રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાન દેખાશે. બીજી તરફ ટ્રસ્ટનું પ્રતીક ચિન્હ છે. અયોધ્યા નિવાસીઓને રઘુપતિ લડ્ડુકહેવાતા 1.25 લાખથી વધુ લાડુ વહેંચાશે. અયોધ્યાથી 650 કિમી દૂર ગૌતમ બુદ્ધ નગરમાં રાવણનું મંદિર છે. આ મંદિરના પૂજારી મહંત રામદાસનું કહેવું છે કે, તેઓ રામ મંદિરના શિલાન્યાસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

હનુમાનગઢી આવનારા દેશના પ્રથમ પીએમ મોદી હશે, 10 મિનિટ રોકાશે
પીએમ નરેન્દ્ર મોદી સૌથી પહેલા હનુમાનગઢી પહોંચશે. અહીં તેઓ દસ મિનિટ સુધી હનુમાનજીની પૂજા કરશે. હનુમાનગઢી તરફથી વડાપ્રધાનને પાઘડી, મુકુટ અને ગદા ભેટમાં અપાશે. દેશના ઈતિહાસમાં કોઈ વડાપ્રધાનની હનુમાનગઢીમાં પ્રથમ પૂજા હશે. વડાપ્રધાન અયોધ્યાની સરયુ નદીના દર્શન કરશે. રામલલાના પૂજારી સત્યેન્દ્ર દાસે જણાવ્યું કે, પીએમની પૂજા દરમિયાન કોઈ તેમની નજીક નહીં આવે કે મંત્ર પઢીને જળ છાંટશે નહીં. થાળી સજાવીને મુકી દેવાશે.

કોંગ્રેસે કહ્યું - એક્તાનો સંદેશ, શિવસેનાએ કહ્યું - આ સ્વર્ણિમ ક્ષણ
કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ કરીને કહ્યું કે, સરળતા, સાહસ, સંયમ, ત્યાગ દીનબધું રામ નામનો સાર છે. રામ દરેકમાં છે. રામ સૌની સાથે છે. રામલલાના મંદિરના શિલાન્યાસનો કાર્યક્રમ રાષ્ટ્રીય એક્તા, બંધુત્વ અને સાંસ્કૃતિ સમાગમનો અવસર બને. ગાંધીના રઘુપતિ રાઘવ રાજારામ સૌને સમ્મતિ આપવાના છે. વારિસ અલી શાહ કહે છે, જે રહ છે તે જ રામ છે. રાષ્ટ્રકવિ મૈથિલીશરણ ગુપ્ત રામને નિર્બળને બળ આપનારા કહેતા હતા. શિવસેનાના મુખપત્ર સામનામાં લખ્યું છે કે, આ સ્વર્ણિમ ક્ષણ છે. ભગવાન રામના આશિર્વાદથી કોરોના સમાપ્ત થઈ જશે.

1989માં પ્રથમ ઈંટ મૂકી મોક્ષ પ્રાપ્ત કરી લીધો: કામેશ્વર
તસવીર 9 નવેમ્બર 1989ની છે. ત્યારે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય અને વિહિપના દલિત કાર્યકર કામેશ્વર ચૌપાલે રામમંદિરના શિલાન્યાસની પ્રથમ ઈંટ મૂકી હતી. કામેશ્વરે કહ્યું કે તેમણે મંદિરની ઈંટ મૂકી તે દિવસે મોક્ષ પ્રાપ્ત કરી લીધો હતો. ચિત્રમાં રામલિવાલ વેદાંતી, અશોક સિંઘલ પણ છે.

રામનામ સાર્વભૌમ, એક ધર્મમાં શા માટે બાંધીએ?: મોરારિ બાપુ
કથાકાર મોરારિ બાપુએ કહ્યું કે, રામચરિત માનસમાં ભગવાન રામને ભુવનેશ્વર કહેવાયા છે. હનુમાનજી લંકા પર પોતાનો પ્રભાવ પાડીને સીતામાતાના સમાચાર લઇને પાછા આવે છે. પછી ભગવાન રામ અને પૂરો સમાજ દરિયાકાંઠે પહોંચે છે. તપસ્વીની સેના દરિયાકાંઠે આવી પહોંચે છે, એવા સમાચાર ગુપ્તચર વિભાગે રાવણ સુધી પહોંચાડ્યા. ત્યારે વિભીષણ રાવણને કહે છે કે હે તાત, રામ માત્ર નરભૂપાલ નથી. રામ તત્વત: ભુવનેશ્વર છે અને તેઓ કાળના પણ કાળ છે. રામ આ રાષ્ટ્રના પ્રાણ છે. રામ આ વિશ્વના પ્રાણ છે. એક મનુષ્યની અંદર જે સચરાચર ભરેલું હતું તે રામ છે. આખી દુનિયા જેમનામાં ડૂબેલી હતી તે રામ છે. તુલસી કહે છે, ‘બંદઉં રઘુપતિ કરુણાનિધાન.એટલે કે રામ કરુણાનિધાન છે. તુલસી કહે છે કે જેમના પગ પાતાળમાં છે અને મસ્તક બ્રહ્મલોકમાં છે તે રાઘવ છે. રામનામનો મહિમા યત્ર-તત્ર છે.

રામનામ અશુદ્ધિ વધવા નથી દેતું પણ તેને ઓછી કરે છે. રામનામ સાર્વભૌમ છે. તેને એક ધર્મમાં શા માટે બાંધવું? દેશમાં કેટલાક લોકો રામનામ લેતા ડરે છે, ગભરાય છે. ક્યાંક કોઇ સાંપ્રદાયિકતાનું લેબલ ન લગાવી દે. ભીરુ રાષ્ટ્ર સંપૂર્ણપણે સ્વતંત્ર કેવી રીતે હોઇ શકે? મેં ગુલાબની એક પાંખડી તોડી દીધી અને આ પાંખડીને કહી દીધું, આ મારો ધર્મ! કોઇ બીજી પાંખડી ખેંચી ગયું અને તેણે કહ્યું, આ મારો ધર્મ! ગુલાબને અખંડ ન રહેવા દીધું. યુગોથી ધર્મ વિશે એટલી ગેરસમજ ફેલાઇ અને દ્દઢ થઇ ગઇ છે કે સમાજને આમાંથી બહાર કાઢવો એ મુશ્કેલ કામ છે.

adv

Related News

post
post
post
post
post
post
post