• Home
  • News
  • ચોમાસાના આરંભે રાજ્યના જળાશયોમાં 50 % પાણી, 205 જળાશયો જેટલું પાણી સરદાર સરોવરમાં
post

ગત વર્ષે 146% વરસાદને પગલે જળાશયોમાં સંગ્રહ સારા પ્રમાણમાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-16 12:15:15

અમદાવાદ: રાજ્યમાં ગત વર્ષે 146 % વરસાદને પગલે આ વરસે જળાશયોમાં સંગ્રહ પણ સારા પ્રમાણમાં છે. કુલ 206 જળાશયોમાં 25226  MCM (મિલિયન ક્યુબીક મીટર) જળ સંગ્રહ ક્ષમતા સામે અત્યારે 12623 MCM જળ સંગ્રહ છે. એટલે કે કુલ ક્ષમતાના 50 ટકા પાણી છે. ગત વર્ષે આ સમયે જળાશયોમાં 30 ટકા જ પાણી હતું. ગત વર્ષની તુલનામાં આ વર્ષે 20 ટકા વધારે પાણી છે. સરદાર સરોવરમાં હાલમાં 68 % પાણી છે.  ડેમનીસપાટી 17.70 મીટર પર છે અને મધ્ય પ્રદેશમાંથી  પાણીની આવક ચાલુ હોવાથી રીવરબેડનાટર્બાઈન શરૂ કરવામાં આવ્યાં છે. જો સરદાર સરોવરને બાદ કરીએ તો રાજ્યમાં જળ સંગ્રહની સરેરાશ ટકાવારી 40 ટકા થઈ જાય છે.

નર્મદાથી સૌરાષ્ટ્રના 25 ડેમ ભરાશે
સરદાર સરોવર નર્મદા નિગમના એમ.ડી. રાજીવકુમાર ગુપ્તા એ જણાવ્યું કે, 2017 સપ્ટેમ્બરમાં ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી બાદ જૂન મહિનામાં પ્રથમ વાર જળ સપાટી 127 મીટર કરતાં વધુ નોંધાઇ છે. ડેમમાં પાણીના આવરાને આધીન દરવાજા ખોલવા અંગે નિર્ણય કરાશે. સારો વરસાદ રહેશે તો ડેમ ઓક્ટોબર મહિનામાં પૂરો ભરાઈ શકે છે. ઉત્તર ગુજરાતના 628 તળાવો નર્મદાના પાણીથી જ્યારે સૌરાષ્ટ્રમાં સૌની યોજના મારફતે 25 ડેમ, 100 તળાવો તથા 300 થી વધુ ચેક ડેમ ભરવાનું આયોજન છે.

સરદાર સરોવરની હાલની સ્થિતિ

·         સરદાર સરોવરમાં સપાટી ગત વર્ષ કરતા 8 મીટર વધુ

·         નર્મદાના પાણીથી સૌરાષ્ટ્રના 25 ડેમ અને 300થી વધારે ચેકડેમો ભરાશે

·         જળાશયોમાં છેલ્લા 13 વર્ષનો સૌથી વધુ જળસંગ્રહ

·         રાજ્યમાં અત્યારના જળસંગ્રહમાંથી 10% હિસ્સો એકલા નર્મદા ડેમનો 

·         નર્મદા ડેમની હાલની સપાટી 127.7 મીટર 

ગુજરાતમાં જળાશયોની સ્થિતિ (જળ સંગ્રહ MCMમાં)

ઝોન

ડેમ સંખ્યા

સંગ્રહ ક્ષમતા

હાલનો સંગ્રહ

ટકા

ગયા વર્ષે

ઉત્તર

15

1922.26

546.75

28.44

232.96

મધ્ય

17

2347.36

1094.93

46.65

915.69

દક્ષિણ

13

8624.78

3886.33

45.06

1184.06

કચ્છ

20

332.27

86.36

25.99

33.87

સૌરાષ્ટ્ર

140

2839.93

634.98

25

168.85

સરદાર સરોવર

1

9460

6374.23

67.38

4921.62

કુલ

206

25226

12623.5

50.04

7457.05

મુખ્ય જળાશયો

જળાશય

હાલનો સંગ્રહ

ધરોઈ

41.00%

પાનમ

52.46%

કડાણા

46.46%

વાત્રક

41.47%

મચ્છુ-2

52.78%

ઉકાઈ

47.66%

કરજણ

36.01%

દમણગંગા

25.98

 

 

adv

Related News

post
post
post
post
post
post
post