• Home
  • News
  • પહેલા જ દિવસે ઓસ્ટ્રેલિયાને 47 રનની લીડ:કાંગારૂઓએ 156 રન બનાવ્યા, જાડેજાએ 4 વિકેટ ઝડપી; હેન્ડ્સકોમ્બ-ગ્રીન ક્રિઝ પર
post

ભારત તરફથી ચારેય વિકેટ રવીન્દ્ર જાડેજાએ ઝડપી છે. તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 500 વિકેટ લેનાર 7મા ભારતીય બન્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-01 17:34:05

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)ની ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે કાંગારૂઓના નામે રહ્યો છે. ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ સ્ટમ્પ્સ સુધીમાં પહેલી ઇનિંગમાં 47 રનની લીડ લઈ લીધી છે. સ્ટમ્પ્સ સુધીમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 156/4 છે. હાલ પીટર હેન્ડ્સકોમ્બ અને કેમરૂન ગ્રીન ક્રિઝ પર છે.


ભારત તરફથી ચારેય વિકેટ રવીન્દ્ર જાડેજાએ ઝડપી છે. તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 500 વિકેટ લેનાર 7મા ભારતીય બન્યો છે. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ ઉસ્માન ખ્વાજાએ 60 રન બનાવ્યા હતા. માર્નસ લાબુશેને 31 રન કર્યા હતા. સ્ટીવ સ્મિથે 26 રન બનાવ્યા હતા.

ટીમ ઈન્ડિયાની ઇનિંગ
આજે પહેલા દિવસના બીજા સેશનમાં જ ટીમ ઈન્ડિયા 109 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી સૌથી વધુ વિરાટ કોહલીએ 22 રન બનાવ્યા હતા, જ્યારે શુભમન ગિલે 21 રન કર્યા હતા. તો કે.એસ.ભરત અને ઉમેશ યાદવે 17-17 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ મેથ્યુ કુહનમેને 5 વિકેટ ઝડપી હતી, તો નાથન લાયને 3 વિકેટ લીધી હતી. ટૉડ મર્ફીને 1 વિકેટ મળી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post