• Home
  • News
  • સિક્કિમમાં એવલાન્ચ, 7 ટુરિસ્ટનાં મોત:ગંગટોકથી નાથુ લા પાસને જોડતા માર્ગ પર અકસ્માત; BROએ 22 પ્રવાસીઓને બચાવ્યા, જેમાંથી 11 ગંભીર રીતે ઘાયલ
post

જાન્યુઆરી 2022માં તિબેટમાં હિમપ્રપાતને કારણે 8 લોકોના મોત થયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-04 17:59:08

સિક્કિમની રાજધાની ગંગટોકમાં મંગળવારે એવલાન્ચ થયો હતો. જેમાં 6 પ્રવાસીઓનાં મોત થયાં છે અને 150 લોકો બરફમાં ફસાયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં ચાર પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. આ ઘટના ગંગટોકથી નાથુ લા પાસને જોડતા જવાહરલાલ નેહરુ માર્ગ પર બપોરે લગભગ 12:20 વાગ્યે બની હતી.

આ દુર્ઘટના 14મા માઈલસ્ટોન પર ઘટી
અકસ્માત વિસ્તારમાં 13મા માઇલસ્ટોન સુધી પહોંચવા માટે પાસ આપવામાં આવે છે. તેની આગળ જવાની પરવાનગી નથી. માહિતી મળી રહી છે કે પ્રવાસીઓ જવાહરલાલ નેહરુ માર્ગ પર 14મા માઈલસ્ટોન સુધી ગયા હતા અને અહીં દુર્ઘટના થઈ હતી. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. 22 લોકોને બચાવી લેવાયા છે. જેમાંથી 6ને ઊંડી ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

ગયા વર્ષે ત્રણ મોટા હિમસ્ખલન થયા હતા

·         જાન્યુઆરી 2022: તિબેટમાં હિમપ્રપાતને કારણે 8 લોકોના મોત થયા. સરકારી મીડિયા અનુસાર, આ દુર્ઘટના તિબેટના દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રમાં નિંગચી શહેરમાં ડોક્સોંગ લા ટનલ પાસે બની હતી.

·         નવેમ્બર 2022: જમ્મુ-કાશ્મીરના કુપવાડા માછિલ વિસ્તારમાં હિમસ્ખલનથી 3 સૈનિકો શહીદ થયા. જ્યારે આ ઘટના બની ત્યારે 56 રાષ્ટ્રીય રાઈફલ્સના આ પાંચ જવાન નિયમિત પેટ્રોલિંગ પર હતા. અધિકારીઓએ જણાવ્યું કે દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ સૈનિકોને બહાર કાઢવામાં આવ્યા ત્યાં સુધીમાં 3ના મોત થઈ ચૂક્યા હતા.

·         ફેબ્રુઆરી 2022: અરુણાચલ પ્રદેશમાં હિમસ્ખલન બાદ ગુમ થયેલા 7 સૈન્ય કર્મચારીઓના મૃતદેહ મળી આવ્યા. સેનાના જણાવ્યા પ્રમાણે તેઓ છેલ્લા બે દિવસથી બરફમાં ફસાયેલા હતા. ભારતીય સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કામેંગ સેક્ટરના ઊંચાઈવાળા વિસ્તારમાં હિમપ્રપાતમાં ફસાયેલા સેનાના તમામ સાત જવાનોના મોત થયા છે. હિમસ્ખલન સ્થળ પરથી તમામ જવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post