• Home
  • News
  • અયોધ્યા કેસમાં અત્યાર સુધી શું થયું? કરો એક નજર
post

16 ઓક્ટોબર 2019ના રોજ સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી પૂર્ણ થઇ

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-09 09:47:17

અયોધ્યા વિવાદઃ 1526થી અત્યાર સુધી


1526 : ઇતિહાસકારો અનુસાર, બાબર ઇબ્રાહિમ લોદી સાથે યુદ્ધ લડવા 1526માં ભારત આવ્યો હતો. બાબરના સુબેદાર મીરબાકીએ 1528માં અયોધ્યામાં મસ્જીદ બનાવી. બાબરના સન્માનમાં તેનું નામ બાબરી મસ્જીદ રાખવામાં આવ્યું.


1853 : અવધના નવાબ વાજીદ અલી શાહના સમયમાં પહેલીવાર અયોધ્યામાં સાંપ્રદાયિક હિંસા ભડકી. હિન્દુ સમુદાયે કહ્યું કે મંદિર તોડીને મસ્જીદ બનાવવામાં આવી છે.


1949 : વિવાદિત સ્થળે સેન્ટ્રલ ડોમની નીચે રામલલ્લાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી.


1950 : હિન્દુ મહાસભાના વકીલ ગોપાલ વિશારદે ફૈઝાબાદ જિલ્લા અદાલતમાં અરજી કરીને રામલલ્લાની મૂર્તિની પૂજાના અધિકારની માગ કરી.


1959 : નિર્મોહી અખાડાએ વિવાદિત સ્થળ પર માલિકી હક દર્શાવ્યો.


1961 :
સુન્ની વક્ફ બોર્ડ(સેન્ટ્રલ)એ મૂર્તિ સ્થાપિત કરવાના વિરોધમાં કોર્ટમાં અરજી કરી અને મસ્જીદ અને તેની આસપાસની જમીન પર પોતાનો હક દર્શાવ્યો.


1981 :
ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે જમીનના માલિકી હક માટે કેસ દાખલ કર્યો.


1885 :
ફૈઝાબાદ જિલ્લા કોર્ટે રામ ચબુતરે છત્રી લગાવવાની મહંત રઘુબીર દાસની અરજી ઠુકરાવી.


1989 :
અલાહાબાદ હાઈકોર્ટે વિવાદિત સ્થળે યથાસ્થિતિ જાળવી રાખવા કહ્યું.


1992 :
અયોધ્યામાં વિવાદિત ઢાંચાનો ધ્વંશ કરવામાં આવ્યો.


2002 :
અલાહાબાદ હાઈકોર્ટે વિવાદિત ઢાંચાવાળી જમીનના માલિકી હકને લઇને દાખલ અરજીઓ પર સુનાવણી હાથ ધરી


2010 :
અલાહાબાદ હાઈકોર્ટે 2:1થી ચુકાદો આપ્યો અને વિવાદિત સ્થળની સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલ્લા વચ્ચે ત્રણ ભાગમાં સરખી વહેચણી કરી.


2011 :
સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય સામે રોક લગાવી.


2016 :
સુબ્રમણ્યમ સ્વામીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને વિવાદિત સ્થળે રામ મંદિરના નિર્માણની મંજૂરી માગી


2018 :
સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદને લઇને દાખલ વિભિન્ન અરજીઓ પર સુનાવણી શરૂ કરી.


6
ઓગસ્ટ 2019 : સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠે અલહાબાદ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ હિન્દુ અને મુસ્લીમ પક્ષની અપીલો પર સુનાવણી શરૂ કરી.


16
ઓક્ટોબર 2019 : સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી પૂર્ણ થઇ.