• Home
  • News
  • અયોધ્યા કેસ : સુપ્રીમ કોર્ટની 5 જજની બેન્ચનો ચુકાદો,6 રાજ્યોમાં સ્કૂલ-કોલેજો બંધ
post

સુપ્રીમ કોર્ટમાં 40 દિવસની સુનાવણી થઈ, હિન્દુ મુસ્લિમ પક્ષની 160 કલાકથી વધારે સમય સુધી દલીલો સાંભળ્યા પછી 16 ઓક્ટોબરે નિર્ણય સુરક્ષીત રાખવામાં આવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-09 09:42:26

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટની 5 સભ્યોની બેન્ચ આજે અયોધ્યા વિવાદ પર ચૂકાદો આપશે. ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ, કોર્ટે તેનું શેડ્યુલિંગ કરી લીધું છે. સવારે 10.30 વાગે જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચ સુનાવણી કરી શકે છે. બેન્ચે 40 દિવસ સુધી હિન્દુ અને મુસ્લિમ પક્ષની દલીલ સાંભળ્યા બાદ 16 ઓક્ટોબરે ચૂકાદો અનામત રાખ્યો હતો.


નિર્ણયને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. રાજ્યોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં 3 દિવસ સુધી સ્કૂલ-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો થે. જોકે અયોધ્યામાં રામલલ્લાના દર્શન પર કોઈ પ્રતિબંધ લગાવાવમાં આવ્યો નથી. મધ્ય પ્રદેશમાં પણ નિર્ણયને ધ્યાનમાં રાખીને શનિવારે સ્કૂલ-કોલેજોમાં રજા રાખવામાં આવી છે.


·         કર્ણાટક, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને દિલ્હીમાં શનિવારે સ્કૂલો બંધ રહેશે

·         ઉત્તર પ્રદેશના અલીગઢ અને મુઝફ્ફરનગર, રાજસ્થાનના ભરતપુરમાં શનિવારે ઈન્ટરનેટ બંધ રાખવામાં આવ્યું છે.


જે પણ નિર્ણય આવશે, તે કોઇની હાર-જીત નહીં હોય: PM મોદી :
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું હતું કે, અયોધ્યા પર સુપ્રિમ કોર્ટનો જે પણ નિર્ણય આવશે, તે કોઇની હાર-જીત નહીં હોય. દેશવાસીઓને અપીલ કરું છું કે આપણી પ્રાથમિકતા રહે કે ફેંસલો ભારતની શાંતિ, એકતા અને સદભાવનાની મહાન પરંપરાને વધુ મજબૂત કરે.

 

 

અલાહાબાદ હાઈકોર્ટે વિવાદિત જમીનને 3 ભાગમાં વહેંચવાનો ચુકાદો આપ્યો હતો :
2010
માં અલાહાબાદ હાઈકોર્ટે તેમના નિર્ણયમાં કહ્યું હતું કે, અયોધ્યાની 2.77 એકરના વિસ્તારને 3 સમાન હિસ્સામાં વહેંચી દો. એક હિસ્સો સુન્ની વક્ફ, બીજો નિર્મોહી અખાડા અને ત્રીજો રામલલ્લા વિરાજમાનને મળે. હાઈકોર્ટના આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 14 અરજી દાખલ કરવામાં આવી હતી.


બંધારણીય પીઠના જસ્ટિસ : 


અયોધ્યા મામલે સુનાવણી કરી રહેલી બેન્ચની અધ્યક્ષતા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ કરી રહ્યા છે. તેમના સિવાય આ બેન્ચમાં જસ્ટિસ બોબડે, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એસ અબ્દુલ નઝીર સામેલ છે.