• Home
  • News
  • અમદાવાદમાં બાબા બાગેશ્વરનો દરબાર:વટવામાં ખુલ્લા આકાશ નીચે દિવ્ય દરબાર, મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા; તડકાથી બચવા છત્રી-ચાદરનો ઉપ્યોગ કર્યો
post

ભાજપના નેતાઓ અને કોર્પોરેટરોનાં નામ સાથેનાં બેનરો

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-30 17:21:41

અમદાવાદ: બાબા બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદમાં 29 અને 30 મેના રોજ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે રવિવારે પડેલા ભારે વરસાદને કારણે ઓગણજ ખાતેના મેદાનમાં પાણી ભરાતાં આયોજકો દ્વારા આજે મંગળવારે વટવા ખાતેના શ્રીરામ મેદાનમાં દરબાર યોજવાનો નિર્ણય લેવાયો છે. જોકે વટવાના મેદાનમાં પણ સોમવારે રાત્રે પડેલા વરસાદના કારણે પાણી અને ભીની માટીના પગલે હવે જાહેર રોડ પર ખુલ્લા આકાશની નીચે દિવ્ય દરબાર યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોસ્યા મોલની બહાર જ રોડ ઉપર મોટો સ્ટેજ બનાવવામાં આવી રહ્યું છે. રોડ ઉપર જ દિવ્ય દરબાર યોજવાનો નિર્ણય આયોજક શિવકૃપા મિત્ર મંડળ દ્વારા લેવામાં આવ્યો છે.

હવે રોડ ઉપર દિવ્ય દરબાર યોજાશે
શિવકૃપા મિત્ર મંડળ દ્વારા વટવાના ઓશિયા મોલ સામે રામકથા મેદાનમાં આજે સાંજે બાબાનો દિવ્ય દરબાર યોજવામાં આવવાનો હતો. જોકે દેવકીનંદન ઠાકુરની સભાનો મંડપ ઉતારી લેવામાં આવ્યો છે અને વરસાદના કારણે ભીની માટી હોવાથી હવે રોડ ઉપર આ દિવ્ય દરબાર યોજાશે. બાબાના દિવ્ય દરબારનો સમય પાંચ વાગ્યાથી સાત વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે, પરંતુ બપોરે ત્રણ વાગ્યા સુધી પણ સ્ટેજ તૈયાર થયું નથી. હજી સુધી દિવ્ય દરબારની તૈયારીઓ પૂર્ણ થઈ નથી.

મોટી સંખ્યામાં લોકો સ્થળ પર પહોંચ્યા
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર અને તેમનાં દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. ખુલ્લા આકાશ નીચે આ દિવ્ય દરબાર યોજાવાનો છે. ત્યારે બાબાના દરબારનો લાભ લેવા માટે લોકો તડકામાં અત્યારથી જ નીચે બેસી ગયા છે. માથા ઉપર છત્રી અને ચાદર રાખીને લોકોએ પોતાનું સ્થાન મેળવી લીધું છે, નાના છોકરાઓને લઈને પણ અહીં પહોંચ્યા છે. દિવ્ય દરબારમાં ભાગ લેવા માટે લોકો ધીમે ધીમે વટવા ખાતે પહોંચી રહ્યા છે. લોકો અત્યારથી જ હનુમાન ચાલીસા અને સુંદરકાંડ કરીને ધીરેન્દ્ર શાસ્ત્રીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દિવ્ય દરબારમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી છે. દિવ્ય દરબારમાં આવેલા લોકોએ માથા પર શ્રીરામ લખાવ્યું છે.

ભાજપના નેતાઓ અને કોર્પોરેટરોનાં નામ સાથેનાં બેનરો
શિવકૃપા મિત્ર મંડળ દ્વારા બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. બાગેશ્વરગામના આ દિવ્ય દરબારનાં બેનરો પણ લગાવવામાં આવ્યાં છે. ભાજપના નેતાઓ અને કોર્પોરેટરોનાં નામ સાથેનાં બેનરો છે. શિવકૃપા મિત્ર મંડળ આયોજિત એક દિવસના દિવ્ય દરબારના બેનરમાં પૂર્વ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ હસમુખભાઈ પટેલ, વટવાના ધારાસભ્ય બાબુસિંહ જાદવ, બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ, વટવાનાં કોર્પોરેટર જલ્પાબેન પંડ્યા, સરોજબેન સોની, સુશીલભાઈ રાજપૂત, ગિરીશભાઈ પટેલ, વટવા બોર્ડના પ્રભારી ચંદ્રાવતીબેન ચૌહાણ, વોર્ડ પ્રમુખ પંકજસિંહ સોલંકી, ઉપરાંત ભાજપના રામોલ હાથીજણ વોર્ડના કોર્પોરેટરોનાં નામ પણ લખવામાં આવ્યાં છે.

adv

Related News

post
post
post
post
post
post
post