• Home
  • News
  • બાઈચૂંગ ભૂટિયા AIFFની ચૂંટણી લડશે:AIFFનું નવું માળખું બનાવવા સુપ્રિમે આપેલા આદેશનું પૂર્વ કેપ્ટને સમર્થન કર્યું
post

FIFAએ AIFFને હાલ સસ્પેંડ કરી દીધુ છે. જેના કારણે FIFA U-17 વિમેન્સ વર્લ્ડ કપ 2022ની યજમાની ઉપર સંકટ આવી ગયુ છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-22 18:06:07

પૂર્વ ભારતીય કેપ્ટન બાઈચૂંગ ભૂટિયાએ ભારતીય ફુટબોલના હિતમાં સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેણે સુપ્રીમ કોર્ટના સુધારાને સમર્થન આપીને આવેદન આપ્યુ હતુ.

વકીલ પૂર્ણિમા કૃષ્ણાના માધ્યમથી એક હસ્તક્ષેપ આવેદનમાં બાઈચૂંગ ભૂટિયાએ જણાવ્યુ હતુ કે FIFAના સસ્પેન્શનના કારણે ભારતીય ફુટબોલમાં ખૂબ જ જરૂરી સુધારાને નિષ્ફળ બનાવી શકાય નહી. હાલની વ્યવસ્થામાં પરત આવવા માટે અમુક લોકોના સ્વાર્થના કારણે AIFF ઉપર 4 વર્ષ સુધી પકડ જમાવવાની પરવાનગી મળી જશે. જેના કારણે રમતને નુક્સાન પહોંચી શકે છે.

બાઈચૂંગ ભૂટિયા AIFFની ચૂંટણી લડશે
પૂર્વ ફુટબોલ ખેલાડીએ આપેલા આવેદન ઉપરથી ખ્યાલ આવે છે કે તે AIFFના પ્રમુખ માટેની ચૂંટણી લડશે. બાઈચૂંગ ભૂટિયા હાલ સિક્કિમ ફુટબોલ ટીમનો મેનેજર છે.

સભામાં પૂર્વ ખેલાડીઓને સામેલ કરવાનો નિર્ણય ખોટો
બાઈચૂંગ ભૂટિયાએ વધુમાં જણાવ્યુ હતુ કે 'કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (COA) ના ડ્રાફ્ટને AIFFના નવા બંધારણ તરીકે અપનાવવો જોઈએ. આ વર્તમાન અને પૂર્વ ફુટબોલ ખેલાડીઓના હિતમાં રહેશે. સભામાં પૂર્વ ખેલાડીઆને સામેલ કરવાનો નિર્ણય FIFAના નિયમોની વિરૂદ્ધ છે. જે ખોટુ છે.'

હાલ સસ્પેંડ છે AIFF
FIFA
AIFFને હાલ સસ્પેંડ કરી દીધુ છે. જેના કારણે FIFA U-17 વિમેન્સ વર્લ્ડ કપ 2022ની યજમાની ઉપર સંકટ આવી ગયુ છે.

શું છે પૂરો વિવાદ
COA
AIFFના પૂર્વ અધ્યક્ષ પ્રફુલ પટેલ સહિત 7 અન્ય રાજ્ય સંઘોના પદાધિકારીઓની સામે કાર્યવાહી કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યારે કોર્ટે 3 ઑગસ્ટે AIFFના પ્રમુખની ચૂંટણીની કાર્યવાહી ઝડપથી કરવા માટે આદેશ આપ્યો હતો.

આ ઉપરાંત કોર્ટે રાજ્ય સંઘોને આદેશ આપ્યો હતો કે તેઓ પૂર્વ ખેલાડીઓને વોટિંગથી વંચિત રાખી શક્શે નહિ. આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પણ હવેથી વોટ આપી શક્શે અને સાથે કારોબારી અને સામાન્ય સમિતિઓનો ભાગ બનવાની મંજૂરી આપવામાં આવશે.