• Home
  • News
  • Balasore Train Accident : પુત્રને શોધવા 230 કિ.મી દૂર પિતા દોડી આવ્યા, લાશોના ઢગલામાં ચમત્કાર થયો
post

230 કિ.મી. દુરથી બાલાસોર પહોચી પિતાએ દરેક હોસ્પિટલમાં તપાસ કરી પણ તેનો દિકરો ક્યાય મળ્યો નહી.

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-06 18:03:12

ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં કેટલાય લોકોએ તેમના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. આ દુર્ઘટનામાં એક એવો પણ કિસ્સો સામે આવ્યો છે. જે એક પિતા માટે કોઈ ચમત્કારથી ઓછો નથી. 

વાસ્તવમાં આ દુર્ઘટનાના સમાચાર સાંભળી એક પિતા 230 કિ.મી દુરથી બાલાસોર  પહોચ્યા હતા અને બાલાસોરની દરેક હોસ્પિટલમાં શોધી ચુક્યા હતા. પરંતુ છેલ્લે તેનો દિકરો લાશોના ઢગમાંથી મળી આવ્યો હતો. લાશોના ઢગલા વચ્ચે પોતાના દિકરો જીવતો મળી આવતા ભગવાનનો આભાર માની તેની ખુશીઓનો પાર નથી રહ્યો. 

દુર્ઘટનાની ખબર સાંભળી પિતાને લાગ્યો હતો ઝટકો

હાવડાના હેલારામ એક સામાન્ય દુકાન ચલાવી પોતાનો ધંધો કરે છે. ગત શુક્રવારના રોજ તેમના દિકરા વિશ્વજીત મલિકને કોરોમંડળ એક્સપ્રેસ પકડવા માટે શાલિમાર સ્ટેશન પર મુકીને આવ્યા હતા. પરંતુ થોડા જ કલાકો પછી આ ટ્રેન દુર્ઘટના બાબતે સમાચાર મળ્યા હતા તેથી તેઓ તરત બાલાસોર જવા માટે રવાના થયા હતા. તેમણે દિકરાને ફોન કરીને પુછ્યું તો દિકરાએ કહ્યું કે તે ઠીક નથી અને તેને ભયાનક દર્દ થઈ રહ્યુ છે. 

મૃત જાહેર કર્યા બાદ જે છોકરાએ હાથ હલાવ્યો હતો, તે જ તેનો દિકરો વિશ્વજીત હતો

230 કિ.મી. દુરની સફર કરી હેલારામ બાલાસોર પહોચી તેણે દરેક હોસ્પિટલમાં તપાસ કરી પણ તેનો દિકરો ક્યાય મળ્યો નહી. ત્યારે કોઈકે તેને કહ્યુ કે બાજુમા એક સ્કુલ છે ત્યા બીનવારસી લાશોને રાખવામાં આવી છે. તેથી તાત્કાલિક ભાગતો ભાગતો ત્યા સ્કુલ પર પહોચ્યો હતો. અને તે રોતા રોતા પોતાના દિકરાને શોધતો હતો. પરંતુ ચમત્કાર ત્યારે થયો જ્યારે લાશોના ઢગલામાં તેના દિકરાનો શ્વાસ ચાલી રહ્યો હતો. મૃત જાહેર કર્યા બાદ જે છોકરાએ હાથ હલાવ્યો હતો, તે જ તેનો દિકરો વિશ્વજીત હતો. આ જોઈ એક પિતાની આંખોમાં દુખના આંસુ હતા તે ખુશીમાં ફેરવાઈ ગયા હતા. 

હાલમાં વિશ્વજીતની કોલકતામાં સર્જરી કરવામાં આવી છે  

જો કે વિશ્વજીતની તબીયત ગંભીર હોવાથી પિતા તેને તાત્કાલિક કોલકતા સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. વિશ્વજીતના શરીર પર નાની- મોટી કેટલીયે ઈજા થયેલી જોવા મળી હતી. રિપોર્ટ પ્રમાણે ઓછા શ્વાસના કારણે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અધિકારીઓને શંકા છે કે કોઈ નોન મેડીકલ વ્યક્તિએ તેની તપાસ કરી હશે. હાલમાં વિશ્વજીતની કોલકતામાં સર્જરી ચાલુ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post