• Home
  • News
  • બાંગ્લાદેશ-ભારત પહેલો દિવસ:ચેતેશ્વર પુજારા સદી ચૂક્યા, 51 ઇનિંગથી સેન્ચુરીથી વંચિત; ટીમ ઈન્ડિયાએ પહેલા દિવસે 278 રન કર્યા
post

રિષભ પંત અને ચેતેશ્વર પૂજારાએ ચોથી વિકેટ માટે 64 રનની ભાગીદારી કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-14 17:53:22

બાંગ્લાદેશ અને ભારત વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ ચિત્તાગોંગમાં રમાઈ રહી છે. જેમાં પહેલો દિવસ પૂરો થયો છે. ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ 48 રને 3 વિકેટ ગુમાવ્યા પછી પુજારા અને પંતે ટીમ ઈન્ડિયાની ઇનિંગને સંભાળી હતી. આ પછી રિષભ 46 રને આઉટ થઈ જતા ભારત ફરી મુશ્કેલીમાં મુકાયું હતું. જોકે ચેતેશ્વર પુજારા અને શ્રેયસ અય્યરે સંભાળપૂર્વક બેટિંગ કરીને ટીમને શાનદાર સ્થિતિમાં લાવી દીધી હતી. જોકે મોર્ડન ક્રિકેટના 'ધ વોલ ગણાતા' ચેતેશ્વરે શાનદાર ઇનિંગ રમી હતી. જોકે તેઓ સદી ચૂકી ગયા હતા. તેમણે 203 બોલમાં 90 રન કર્યા હતા. જેમાં 11 ચોગ્ગા સામેલ છે. જ્યારે શ્રેયસ અય્યર 82 રને બેટિંગમાં છે. અય્યર અને પુજારા વચ્ચે 149 રનની પાર્ટનરશિપ થઈ હતી. દિવસના છેલ્લા બોલે અક્ષર પટેલ LBW આઉટ થયો હતો. હવે બીજો દિવસ કાલે સવારે 9:00 વાગેથી શરૂ થશે.

પુજારા-અય્યર વચ્ચે 149 રનની ભાગીદારી
પુજારાએ શ્રેયસ અય્યર સાથે 5મી વિકેટ માટે 149 રનની ભાગીદારી કરી હતી. પુજારાએ તેમની 34મી અડધી સદી ફટકારી હતી. જ્યારે શ્રેયસ અય્યર તેની બીજી સદીની નજીક છે. તેણે તેની ચોથી ટેસ્ટ અડધી સદી પૂરી કરી છે.

બીજુ સેશન: ભારતીય બેટર્સે ગેમમાં પરત ફરીને ટીમની ઇનિંગને સંભાળી
ચાના વિરામ સુધી ભારતે 4 વિકેટે 174 રન બનાવી લીધા છે. આ સેશનમાં ભારતીય બેટર્સે ગેમમાં પરત ફરીને ટીમની ઇનિંગને સંભાળી હતી. પુજારા અને રિષભે 64 રન ઉમેર્યા હતા. જોકે, ટીમને પણ આંચકો લાગ્યો હતો. રિષભ પંત 46 રન બનાવીને આઉટ થયો હતો. લંચ બાદ ભારતે 85/3ના સ્કોરથી રમવાનું શરૂ કર્યું હતું.

પંત-પૂજારા વચ્ચે 64 રનની ભાગીદારી
રિષભ પંત અને ચેતેશ્વર પૂજારાએ ચોથી વિકેટ માટે 64 રનની ભાગીદારી કરી હતી. 48ના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ બન્નેએ ભારતીય દાવને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post