• Home
  • News
  • બેન્કોનો ટાઈમ ઘટ્યો:આજથી લઈ 30 એપ્રિલ સુધી રાજ્યની તમામ બેન્કો સવારે 10થી બપોરે બે વાગ્યા સુધી જ કામ કરશે
post

ગ્રાહકો પૈસા ઉપાડવા અને જમા કરાવવા સહિત કોઈપણ જરૂરી કામ બે વાગ્યા પહેલાં પૂર્ણ કરવાં

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-21 11:25:43

ગુજરાતમાં કોરોનાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે રાજ્યભરની બેન્કોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આજથી લઈ આગામી 30 એપ્રિલ સુધી સવારે 10 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી જ ગ્રાહકો માટે બેન્ક ખુલ્લી રહેશે. જે પણ ગ્રાહકો પૈસા ઉપાડવા તેમજ જમા કરાવવા સહિત અન્ય કોઈપણ જરૂરી કામકાજ કરવા માગે છે તો 2 બપોરે વાગ્યા પહેલાં પૂર્ણ કરવાનાં રહેશે.

​​​​​​એટીએમમાં પૂરતાં નાણાં રાખવા સૂચના
કોરોના મહામારીને પગલે હાલમાં તમામ ક્ષેત્રોમાં 50 ટકા કર્મચારીઓ સાથે કામ ચાલી રહ્યું છે, જેને કારણે બેન્કોમાં પણ સ્ટાફ ઓછો કરી દેવામાં આવ્યો છે. જો આ સમયગાળામાં પણ ગ્રાહકોની આરટીજીએસ, ક્લિયરિંગ તેમજ રેમિટેન્સિસ જેવાં કામોને અગ્રતા આપવામાં આવશે. બેન્કોનો સમય ઘટી જતાં ગ્રાહકોને પૈસાની લેવડ-દેવડમાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય એ માટે તમામ બેન્કોના એટીએમમાં પૂરતાં નાણાં રાખવા ખાસ સૂચના અપાઈ છે.

સ્ટેટ લેવલ બેન્કર્સ દ્વારા નિર્ણય લેવાયો
રાજ્યમાં આ બાબતે 15 એપ્રિલના રોજ સ્ટેટ લેવલ બેન્કર્સની એક મીટિંગ યોજાઈ હતી, જેમાં બેન્કના સમયમાં ફેરકાર કરવાની વાત કરવામાં આવી હતી, સાથે જ સરકારનાં નાણાં વિભાગ દ્વારા આ વિષય પર એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post