• Home
  • News
  • અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે ઉમેદવારી નોંધાવી
post

ધારાસભ્યો અને શહેરના નેતાઓ સાથે મુલાકાત કરી

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-15 20:00:12

અમદાવાદ: લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા અંગેની શરૂઆત થઈ ગઈ છે. સોમવારે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે ઉમેદવારી નોંધાવી છે. બપોરે 12.39 વાગ્યાના વિજય મુહૂર્તમાં તેઓ ફોર્મ ભરવા માટે લાલ દરવાજા જિલ્લા પંચાયત ભવન ખાતે પહોંચ્યા હતા. ડમી ઉમેદવાર તરીકે પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ AMTS ચેરમેન બાબુભાઈ ઝડફિયા અને AMCના શાસક પક્ષના પૂર્વ નેતા ભાસ્કર ભટ્ટએ ફોર્મ ભર્યું છે. ઉમેદવારી ફોર્મ ભરતી વખતે તેમની સાથે રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ શહેર પ્રમુખ અમિત શાહ, શહેર ભાજપ પ્રભારી સંજય પટેલ સહિતના ધારાસભ્યો અને નેતાઓ હાજર રહ્યાં હતાં.

ધારાસભ્યો અને શહેરના નેતાઓ સાથે મુલાકાત કરી
ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા સવારે 10.30 વાગ્યે તેઓ સૌપ્રથમ બાપુનગર મધ્યસ્થ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાં રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ, નરોડા, ઠક્કરબાપાનગર, બાપુનગર સહિતની વિધાનસભાના ધારાસભ્યો અને શહેરના નેતાઓ સાથે તેઓએ મુલાકાત કરી હતી. તમામ નેતાએ તેમને શુભેચ્છા પાઠવી હતી. બપોરે 12.39 વાગ્યે લાલ દરવાજા બહુમાળી ભવન ખાતે આવેલા જિલ્લા પંચાયત ભવનમાં જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ હસમુખ પટેલે ઉમેદવારી નોંધાવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post