• Home
  • News
  • BCCI એન્ટી કરપ્શન યુનિટે UPમાં શરૂ થનાર ક્રિકેટ લીગ રોકી, પ્રમોશન માટે કોહલીના ફોટોનો ઉપયોગ થઈ રહ્યો હતો
post

BCCIના એન્ટી કરપ્શન યુનિટના હેડે કહ્યું, અમે ટીમ પસંદગીના તબક્કે આ લીગ રોકી દીધી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-14 11:54:35

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન્ડિયા (BCCI) એ ઉત્તર પ્રદેશમાં શરૂ થનારી NCR ક્રિકેટ લીગ રોકી દીધી છે. આ લીગના પ્રમોશન માટે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની તસવીરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ લીગના આયોજકોએ BCCI તરફથી કોઈ મંજૂરી મેળવી ન હતી અને તેને ગેરકાયદેસર રીતે ચલાવવાની તૈયારી ચાલી રહી હતી.

જો લીગ પર પ્રતિબંધ મુકવામાં ન આવત, તો તે 11 ઓગસ્ટથી ઉત્તર પ્રદેશના હાપુડમાં શરૂ થવાની હતી.

વિરાટની તસવીરનો ઉપયોગ કરીને લીગનું પ્રમોશન થઈ રહ્યું હતું

·         હિન્દુસ્તાન ટાઇમ્સના સમાચાર અનુસાર, લીગનું આયોજન દિલ્હી સ્થિત એક વ્યક્તિ દ્વારા થવાનું હતું.

·         NCR ક્રિકેટ લીગના આયોજકો મોબાઈલ પ્રીમિયર લીગ (MPL) પર વિરાટના ફોટાનો ઉપયોગ કરીને ચાહકોને આમંત્રણ આપી રહ્યા હતા. કોહલી MPLને પ્રમોટ કરે છે.

બોર્ડે રજિસ્ટર્ડ ખેલાડીઓને આવી લીગમાં ભાગ  લેવાની સલાહ આપી

·         BCCIના એન્ટી કરપ્શન યુનિટ (ACU) ના હેડ અજિત સિંહે કહ્યું કે, અમે ટીમ પસંદગીના તબક્કે આ લીગ રોકી દીધી છે. અમે અમારા તમામ રજિસ્ટર્ડ ક્રિકેટરોને આવી કોઈ લીગમાં ભાગ ન લેવાની સલાહ આપી છે.

આવી લીગમાં ફિક્સિંગ થવાની આશંકા: BCCI

·         તેમણે કહ્યું કે, BCCI ત્યારે જ આવા કેસમાં પગલા લે છે જ્યારે બોર્ડમાં રજિસ્ટર્ડ ખેલાડીઓ સામેલ હોવાની વાત ખબર પડે છે.

·         સિંહે કહ્યું કે, જો તેઓ અમારા રજિસ્ટર્ડ ક્રિકેટરો ધરાવે છે અને તેઓ પ્રારંભિક તબક્કામાં ભ્રષ્ટાચારમાં પકડાય છે તો તેમના કરિયર માટે સારું ન હોત. પરંતુ જો ગલી ક્રિકેટરો તેમાં સામેલ થાય, તો અમે કંઈ કરી શકતા નથી.

 લીગને UP ક્રિકેટ એસોસિએશન દ્વારા મંજૂરી મળી  હતી

·         ACU યુનિટના હેડે કહ્યું કે આ લીગના આયોજકોએ શરૂઆતમાં દાવો કર્યો હતો કે તેમને ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશનની મંજૂરી મળી છે.

·         પરંતુ તેમનો દાવો નકલી હોવાનું બહાર આવ્યું હતું, સ્થાનિક વહીવટીતંત્રે પણ લીગને મંજૂરી આપી ન હતી.

સોશિયલ મીડિયા પર લીગ માટેની હરાજીનો વીડિયો

·         NCR ક્રિકેટ લીગના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખેલાડીઓની હરાજીના વીડિયો પણ છે. આમાં, 6 ટીમો માટે ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી અને તેઓને થોડા હજાર રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા.

·         આ વર્ષની શરૂઆતમાં, NCR ક્રિકેટ લીગના આયોજકોએ પણ વિરાટના ફોટા દ્વારા પ્રીમિયર લીગને પ્રમોટ કરતા કહ્યું હતું કે તે ઉત્તર પ્રદેશની સૌથી મોટી લીગ છે.