• Home
  • News
  • BCCI હાઇબ્રિડ મોડલની તરફેણમાં નથી:એશિયા કપ અંગે હજુ નિર્ણય લેવાયો નથી; ભારતીય બોર્ડના સમર્થનમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ
post

આ વર્ષે એશિયા કપ 2023ની યજમાની કરવાનો અધિકાર પાકિસ્તાન પાસે છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-29 17:31:10

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એશિયા કપ 2023ના આયોજન માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના હાઇબ્રિડ મોડલની તરફેણમાં નથી. એશિયા કપને લઈને રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની ફાઈનલ દરમિયાન એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના સભ્ય બોર્ડની બેઠક પણ યોજાઈ હતી. બેઠક દરમિયાન કોઈ નિર્ણય આવ્યો નહોતો.

BCCIના સચિવ અને ACCના પ્રમુખ જય શાહે કહ્યું હતું કે બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકાના પ્રમુખ IPL 2023ની ફાઈનલ જોવા આવશે. આ દરમિયાન, 2023 એશિયા કપની યજમાની અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે, પરંતુ તે થઈ શક્યું નહીં.

પાકિસ્તાન એશિયા કપ 2023ની યજમાની કરશે
જણાવી દઈએ કે આ વર્ષે એશિયા કપ 2023ની યજમાની કરવાનો અધિકાર પાકિસ્તાન પાસે છે. પરંતુ BCCIએ સુરક્ષાના કારણોસર ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરી દીધો છે. BCCIએ એશિયા કપને તટસ્થ સ્થળે યોજવાનું કહ્યું હતું, પરંતુ પીસીબી સહમત નહોતું. આ પછી, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક હાઇબ્રિડ મોડલ રજૂ કર્યું હતું, જેના હેઠળ ભારતની મેચ અન્ય દેશમાં આયોજિત કરવાની ઓફર કરી હતી.

શ્રીલંકા અને બાંગ્લાદેશે BCCIને સમર્થન આપ્યું હતું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, PCBના આ હાઇબ્રિડ મોડલને સભ્ય દેશો (શ્રીલંકા અને બાંગ્લાદેશ)એ નકારી કાઢ્યું હતું. જોકે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ કોઈ ઔપચારિક નિવેદન આપ્યું નથી.
તે જ સમયે, શ્રીલંકા ક્રિકેટ (SL) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ એશિયા કપ ટૂર્નામેન્ટને પાકિસ્તાન (તટસ્થ સ્થળ)ની બહાર ખસેડવાની બાબતમાં BCCIને સમર્થન આપ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post