• Home
  • News
  • BCCIએ કહ્યું, ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ રમવા ભારતીય ટીમ 2 અઠવાડિયા કવોરન્ટીનમાં રહેવા તૈયાર છે
post

ભારત ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયામાં 4 ટેસ્ટ અને 3 વનડેની સીરિઝ રમવાનું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-11 11:13:34

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના સીનિયર અધિકારીએ કહ્યું કે, ભારત ઓસ્ટ્રેલિયામાં 2 અઠવાડિયા માટે કવોરન્ટીનમાં રહેવા તૈયાર છે. જો તેમ કરવાથી આ ટૂર સંભવ થતી હોય તો ટીમને કોઈ વાંધો નથી. 

ભારત ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયામાં 4 ટેસ્ટ અને 3 વનડેની સીરિઝ રમવાનું છે. જો આ સીરિઝ ન રમાય તો ઓસ્ટ્રેલિયાને 300 મિલિયન ડોલરનું નુકસાન થશે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ અને ફેડરલ ગવર્મેન્ટ વચ્ચે પ્રોટોકોલ અંગે વાતચીત ચાલી રહી છે. 

BCCIના ટ્રેઝરર અરુણ ધૂમલે કહ્યું કે, બીજો કોઈ વિકલ્પ જ નથી. જો ક્રિકેટને ફરી ટ્રેક પર લાવી હોય તો બધાને આમ કરવું પડશે. 2 અઠવાડિયા વધુ સમય નથી. આટલો લાંબો સમય લોકડાઉનમાં રહ્યા પછી સ્પોર્ટ્સમેન માટે બીજા દેશમાં જઈને 2 અઠવાડિયા કવોરન્ટીનમાં રહેવું એક સારી વસ્તુ છે. અમે જોશું કે લોકડાઉન પછી નવા નોર્મસ શુ છે. 

ધૂમલે કહ્યું કે, લોકડાઉન પહેલા 4ની જગ્યાએ 5 ટેસ્ટની સીરિઝ રમવા વિશે ચર્ચા થઈ હતી. હવે જો વિન્ડો અવેલેબલ છે, તો બોર્ડ્સે નક્કી કરવાનું છે કે તેમને 1 ટેસ્ટ વધારે રમાડવી છે કે પછી 2 વનડે કે 2 ટી-20? રેવન્યુના પોઇન્ટ ઓફ વ્યૂથી ટેસ્ટ કરતા વનડે અને ટી-20થી વધુ આવક થશે. અત્યારે નુકસાનની ભરપાઈ વધુ મહત્ત્વની છે. જોઈએ બંને બોર્ડ્સ સાથે મળીને શુ નક્કી કરે છે.