• Home
  • News
  • અમદાવાદના ટીકેન્દ્રભાઈ ભટ્ટે હ્રદયના બે વાલ્વની સર્જરી છતાં કોરોનાને હરાવ્યો, 18 દિવસ બાદ સ્વસ્થ થયા
post

અમદાવાદના આધેડને સારવાર માટે આણંદ લવાયા, 18 દિવસ બાદ સ્વસ્થ થયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-15 11:01:34

અમદાવાદથી કોરોના સંક્રમિત દર્દી એવા ટીકેન્દ્રભાઈ ભટ્ટને સારવાર માટે આણંદ કરમસદ ખાતેની કૃષ્ણા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, તેઓ કોરોના સામેનો જંગ જીતીને સ્વસ્થ થઇને બહાર આવ્યા છે. સામાન્ય રીતે અમદાવાદથી કોઈ દર્દીને કોરોના જેવી ગંભીર બીમારીમાં બીજા જિલ્લામાં ખસેડવામાં આવે તો દર્દી અને સગાસબંધીઓ માં કદાચ ડર ઉભો થાય. પણ અહીં કંઇક વાત જ અલગ છે. કોરોનાથી સંક્રમિત થતા અમદાવાદના દર્દી ટીકેન્દ્રભાઈ ભટ્ટને અમદાવાદથી આણંદ કરમસદ ખાતેની કૃષ્ણા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. કરમસદ હોસ્પિટલ ડૉકટરો તથા સ્ટાફે પરિવારના સભ્યની જેમ હુફ આપીને બળ પુરૂ પાળતા સ્વસ્થ થયો છું.

ટીકેન્દ્રભાઇને કરમસદની કૃષ્ણા હોસ્પિટલમાં મળેલ સારવારથી પ્રભાવિત થતાં કહે છે કે, હું ટિકેન્દ્ર ભટ્ટ રહે હાટકેશ્વર મંદિર બાલા હનુમાન રોડ ખાડિયા ગેટ પાસે નાનો અને મધ્યમ વર્ગનો આમ આદમી મંદિર મા પૂજારી તરીકે કામ કરું છું. હાલમાં પ્રવર્તમાન કોરોનાના કપરા કાળમા સંક્રમિત થયેલ આ ગંભીર પરિસ્થતિમાં મારો પરિવાર પણ ખુબજ ચિંતિત હતો મારી આ ગંભીર પરિસ્થતિમાં 108ને કોલ કરી બોલાવામાં આવી હતી. આવી પરિસ્થિતમાં પરિવાર પણ શુ કરવું તે કંઇ સમજી શકતો નહોતો. આવાસમયે મને આણંદ કરમસદમાં આવેલ ક્રિષ્ના હોસ્પિટલમાં અમદાવાદથી લાવવામાં આવ્યો હતો અને મને અહીં દાખલ કરવામાં આવ્યો હતો. આ સમયે હું ક્યાં છું, શુ થયું તેનો મને પણ ખ્યાલ નહતો પણ અહીં દાખલ થયા પછી અહી સ્વાસ્થ્ય કર્મચારી, તબીબો તથા સ્ટાફની સેવાને કારણે જ હું આજે સ્વસ્થતા અનુભવી રહ્યો છું. ખુબજ સારી સારવાર તથા સેવા કરમસદ ક્રિષ્ના હોસ્પિટલમાં મને મળતાં હું સ્વસ્થ થઈ ગયો છું અને મને રજા પણ આપવામાં આવી હતી. ટીકેન્દ્રભાઈ ભટ્ટ વધુમાં કહે છે કે મને હાર્ટના બે વાલ્વનું ઓપરેશન પણ કરાયું હતું અને ઉમર 58 હોવા છતાં ટીકેન્દ્રભાઈ કોરોના સામે ટકકર ઝીલીને માત્ર દસ દિવસની સારવારમાં હું સ્વસ્થ્ય થઇ ગયો.

ટીકેન્દ્રભાઈએ કહ્યું કે,​​​​ હું એકલો એમ્બ્યુલન્સમાં આણંદ આવ્યો હતો અને કૃષ્ણા હોસ્પિટલમાં દાખલ થયો ત્યારે શરૂઆતમાં તેઓને થોડું ન ગમ્યું પણ હોસ્પિટલના તબીબો, નર્સ અને કર્મચારીઓની સેવાભાવના અને લાગણીથી ખુબજ પ્રભાવિત થયો અને આવા પ્રેમાળ વાતાવરણથી મને કોરોના સામે લડવાની હિંમત મળી. આમ, તબીબો અને સ્ટાફ ભાવનાત્મક વ્યહવારથી ટીકેન્દ્રભાઈ એ કોરોના ને માહત આપી જિંદગી જીતી લેવામાં સફળ રહ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post