• Home
  • News
  • મારપીટ કરી 1KM દોડાવી; 6 માસની ગર્ભવતી મહિલા બૂમો પાડતી રહી, લોકો VIDEO બનાવતા રહ્યા, પણ મદદે કોઈ આવ્યા નહીં
post

મહિલા ચીસો પાડતી રહી, કોઈએ મદદ કરી નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-02 19:50:13

રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના ધારિયાવાડમાં એક મહિલાને નિર્વસ્ત્ર ફેરવવાનો મામલો સામે આવ્યો છે. પીડિતાના પતિએ મહિલાને ગામના લોકોની સામે 1 કિમી સુધી દોડાવી હતી. ઘટના 31 ઓગસ્ટની છે. શુક્રવારે આ વીડિયો વાઇરલ થયા બાદ મામલો સામે આવ્યો હતો.

એસપી અમિત કુમારે જણાવ્યું હતું કે મહિલાના લગ્ન આ ગામના જ એક યુવક સાથે દોઢ વર્ષ પહેલાં થયા હતા. આ ઘટના પર મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે આવા ગુનેગારોને સંસ્કારી સમાજમાં કોઈ સ્થાન નથી.

મહિલાએ મોડી રાત્રે પોલીસમાં ફરિયાદ કરી હતી. આ પછી એફઆઈઆર નોંધવામાં આવી છે. એમાં 14 લોકોનાં નામ છે. પોલીસે પતિ સહિત 3 લોકોની ધરપકડ કરી છે.

આ દરમિયાન રાષ્ટ્રીય મહિલા આયોગે આ ઘટનાની નિંદા કરી છે. પંચે રાજસ્થાનના ડીજીપીને આ મામલામાં તાત્કાલિક કાર્યવાહી કરવા અને પાંચ દિવસમાં આ મામલામાં રિપોર્ટ સોંપવા જણાવ્યું છે.

પોલીસે આરોપીને જંગલમાંથી પકડ્યો
આરોપીઓને શુક્રવારે રાત્રે જ સમાચાર મળ્યા હતા કે પોલીસ તેની ધરપકડ કરવા આવી રહી છે. આ પછી તેણે જંગલ તરફ ભાગવાનો પ્રયાસ કર્યો, જેના કારણે તેના પગમાં ઈજા થઈ હતી. જોકે પોલીસે ત્રણની ધરપકડ કરી હતી. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, બાકીના આરોપીઓને પકડવા માટે પોલીસની છ ટીમ બનાવવામાં આવી છે.

મહિલા ચીસો પાડતી રહી, કોઈએ મદદ કરી નહીં
મળતી માહિતી મુજબ, લગ્નના છ મહિના બાદ મહિલા પડોશી ગામ ઉપલા કોટાના એક યુવક સાથે ભાગી ગઈ હતી. એક વર્ષ પછી 30 ઓગસ્ટના રોજ જ્યારે મહિલા યુવક સાથે પાછી આવી ત્યારે તેનાં સાસરિયાં તેને બળજબરીથી તેમના ગામ લઈ આવ્યા હતા.

આ પછી પતિએ ગામલોકોની સામે જ તેનાં કપડાં ઉતારી દીધા અને તેને નિર્વસ્ત્ર કરીને ફેરવી હતી. વાઇરલ થયેલા વીડિયોમાં તે બૂમો પાડી રહી છે અને છોડી દેવાની વિનંતી કરી રહી છે. આ દરમિયાન ગામના ઘણા લોકો માત્ર જોતા જ રહ્યા અને વીડિયો બનાવતા રહ્યા, પરંતુ કોઈએ પતિને રોક્યો નહીં. મહિલાને છ માસનો ગર્ભ પણ છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post