• Home
  • News
  • ઉપરાષ્ટ્રપતિ પદના શપથ અગાઉ કમલા હેરિસે માતાને યાદ કર્યાં, કહ્યું- તેમને લીધે આ ઉચ્ચ પદ પર પહોંચી
post

મારી માતા શ્યામલા ગોપાલન હેરિસ કે જે હંમેશા આપણા હૃદયમાં રહેશે. જ્યારે તે 19 વર્ષની ઉંમરે ભારતથી આવી હતી ત્યારે કદાચ આજના આ દિવસની કોઈએ કલ્પના પણ કરી ન હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-21 09:55:26

શપથ ગ્રહણના કેટલાક કલાકો અગાઉ વાઈસ પ્રેસિડેન્ટ ઈલેક્ટ કમલા હેરિસે ભાવુક સંદેશ આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મારફતે તેમની માતાને યાદ કર્યા હતા. માતાની તસવીર શેર કરી અને લખ્યું તેમને લીધે આજે હું આ ઉચ્ચ પદ સુધી પહોંચી છું.

અમેરિકાની પહેલી ભારતીય મૂળના વાઈસ પ્રેસિડેન્ટ બનવા જઈ રહેલા હેરિસે લખ્યું કે આ પોસ્ટ એવી મહિલાઓ માટે છે કે જે આજે અહીં મારી ઉપસ્થિતિ માટે સૌથી વધારે જવાબદાર છે. મારી માતા શ્યામલા ગોપાલન હેરિસ કે જે હંમેશા આપણા હૃદયમાં રહેશે. જ્યારે તે 19 વર્ષની ઉંમરે ભારતથી આવી હતી ત્યારે કદાચ આજના આ દિવસની કોઈએ કલ્પના પણ કરી ન હતી.

માતાનો અમેરિકા પ્રત્યે ઘનિષ્ઠ વિશ્વાસ હતો

હેરિસ કહે છે કે અમેરિકા પ્રત્યે તેમનો ઉંડો વિશ્વાસ હતો. માટે હું તેમના વિશે વિચારી રહી છું. મહિલાઓની પેઢીઓ અંગે, શ્વેત મહિલાઓ વિશે, એશિયન મહિલાઓ વિશે, અશ્વેત, લેટિન, અમેરિકી મહિલાઓ વિશે કે જેમણે આ દેશમાં શરૂઆતથી આજની આ ક્ષણ માટે માર્ગ તૈયાર કર્યો છે. આ મહિલાઓએ સ્વતંત્રતા, ન્યાય અને સૌને માટે સમકક્ષ લડાઈ લડ્યા અને બલિદાન આપ્યા.

આ પૈકી એવી બ્લેક મહિલાઓ પણ સામેલ છે જેમને નજર અંદાજ કરવામાં આવી છે. તેમણે એ સાબિત કર્યું કે તેઓ આ દેશનું કરોડરજ્જુ છે. આ તમામ મહિલાઓને મત આપવાના અધિકારની એક સદીથી વધારે સમય સુધી રક્ષા કરી અને આજે પણ પોતાના મૌલિક અધિકારો માટે લડી રહી છે. તે લડી રહી છે કે જેથી મત આપી શકે અને તેમને સાંભળવામાં આવે. હું તેમની સાથે છું.

હેરિસના મોસાળમાં લોકોએ કહ્યું- હવે પછી તેઓ રાષ્ટ્રપતિ બનશે
તમિલનાડુના એક ગામમાં આજે કોઈ તહેવાર જેવો ઉત્સાવ છે. ધાનના ખેતરોથી ઘેરાલેય થુલેસેન્દ્રપુરમ નામનું આ ગામ ચેન્નઈથી 350 કિલોમીટર દૂર છે. તેનો સંબંધ અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસના નાના પીવી ગોપાલન સાથે છે.

ગામના એક શિક્ષક અનુપમ માધવસિમ્હમનું કહેવું છે કે અમે ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા છીએ. એક ભારતીયને અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટવામાં આવ્યા છે. ગામના લોકોનું માનવું છે કે હેરિસ 2024માં અમેરિકાના પ્રેસિડેન્ટ પણ બનશે.

ગામમાં રહેતી જી મણિકંદને તેમની દુકાનમાં કમલા હેરિસ અને જો બાઈડનની ફોટો લગાવી રાખી છે. તેમનું કહેવું છે કે આગામી ચાર વર્ષ સુધી હેરિસ ભારતનો સપોર્ટ કરે છે તો તે હવે પછી રાષ્ટ્રપતિ બનશે.

શપથ અગાઉ મંદિરમાં ખાસ પૂજા
ગાંમના લોકોએ હેરિસના શપથ અગાઉ ગામના મંદિરોમાં ખાસ પૂજા કરી. તેમા તેમની સફળતા માટે પ્રાર્થના થઈ. ત્યારબાદ ગામના લોકોએ ભગવાન શિવના એક સ્વરૂપ અય્યનારની પ્રતિમાને દૂધથી અભિષેક કર્યો. કમલા હેરિસ ઘણા સમય પૂર્વે આ મંદિર આવી ચુકી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post