• Home
  • News
  • 21 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ, ભોળાનાથની પૂજામાં શિવજીને જંગલી ફૂલ અને ધતૂરો ચઢાવવામાં આવે છે
post

શિવલિંગ ઉપર ધતૂરો ચઢાવતી વખતે પોતાના મનમાંથી કડવાસ દૂર કરવાનો સંકલ્પ લેવો જોઇએ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-20 11:39:21

ભગવાન શિવનો શ્રૃંગાર ખૂબ જ રહસ્યમયી અને સૌથી અલગ છે. તેમાં નાગ, ભસ્મ, ઝેરી અને જંગલી ફૂલ-પાન સામેલ છે. આવા શ્રૃંગારનો અર્થ થાય છે કે, ભગવાન શિવ તે બધાને અપનાવે છે, જેને લોકો પોતાનાથી દૂર રાખતાં હોય છે. એટલે જે વસ્તુઓ કોઇ કામની નથી તેને પણ ભગવાન શિવ પોતાના ઉપર ધારણ કરી લે છે.

ભગવાન શિવ શ્રૃંગાર તરીકે ધતૂરો અને બીલીપાન સ્વીકાર કરે છે. શિવજીનું આ ઉદાર સ્વરૂપ આ વાતનો સંકેત કરે છે કે, સમાજ જેનો તિરસ્કાર કરી દે છે, શિવ તેનો સ્વીકાર કરે છે. શિવપૂજામાં ધતૂરા જેવા ઝેરી ફળ ચઢાવવાનો ભાવ એવો છે કે, વ્યક્તિગત, પારિવારિક અને સામાજિક જીવનમાં ખરાબ વ્યવહાર અને કડવી વાતો બોલવાથી બચવું. સ્વાર્થની ભાવના દૂર રાખીને અન્યના હિતનો ભાવ રાખવો. ત્યારે જ પોતાની સાથે અન્યનું જીવન સુખી થઇ શકે છે.

ભગવાન શિવને ધતૂરો ખૂબ જ પ્રિય છે. આ બાબત પાછળ પણ શીખવામાં આવે છે કે, શિવાલયમાં જઇને શિવલિંગ ઉપર ધતૂરો ચઢાવીને મન અને વિચારોની કડવાસ દૂર કરો અને મિઠાસને અપનાવવાનો સંકલ્પ લેવો જોઇએ.

ધાર્મિક મહત્ત્વઃ દેવી ભાગવત પુરાણ પ્રમાણેઃ-
ધાર્મિક દૃષ્ટિએ દેવી ભાગવત પુરાણમાં ઉલ્લેકવામાં આવ્યું છે કે, શિવજીએ જ્યારે સમુદ્ર મંથનમાંથી બહાર આવેલ હળાહળ ઝેર પી લીધું હતું ત્યારે તેઓ ખૂબ જ વ્યાકુળ થવા લાગ્યાં હતાં. ત્યારે અશ્વિની કુમારોએ ભાંગ, ધતૂરો, વેલ જેવી ઔષધીઓથી શિવજીની વ્યાકુળતા દૂર કરી હતી. તે સમયથી જ શિવજીને ભાંગ અને ધતૂરો પ્રિય છે. જે ભક્ત શિવજીને ભાંગ અને ધતૂરો અર્પણ કરે છે, શિવજી તેમના ઉપર પ્રસન્ન થાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post