• Home
  • News
  • 7 મહિનાની હતી ત્યારે પિતાનું અવસાન, માતાએ એકલે હાથે ઉછેરી, વગર ટ્યુશને પુત્રીએ મેળવ્યા 99.99 PR
post

પરીક્ષાના થોડા સમય પહેલા ઉત્સવ મહેતાનો હાથ ભાંગતા રાઇટર રાખી પરીક્ષા આપી 97.21 PR મેળવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-09 12:14:03

રાજકોટ: આજે ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે. ત્યારે રાજકોટના ઓઝા પરિવારની દીકરીએ ઝળહળતું પરિણામ હાંસલ કરી ગૌરવ વધાર્યું છે. રાજકોટમાં રહેતી માનસી હરિદર્શનભાઇ ઓઝાએ ધો. 10માં 99.99 PR મેળવ્યા છે. પરંતુ મનાસી અને તેની માતાના સંઘર્ષની વાત સાંભળીને કોઇ પણની આંખમાં આંસુ આવી જાય તેવી છે. માનસી 7 મહિનાની હતી ત્યારે જ તેના પિતાનું અવસાન થયું હતું. આથી બધી જ જવાબદારી તેના માતા પર આવી પડી. માતાએ પણ હિંમત ન હારી અને સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપવા મનમાં નિર્ધાર કરી લીધો. એકલે હાથે માતાએ પિતાની પણ જવાબદારી સંભાળી દીકરીને ભણાવી રહ્યા છે. માનસીએ વગર ટ્યુશને આ સિદ્ધિ હાંસલ કરી અન્ય વિદ્યાર્થીઓને સંદેશો આપ્યો છે કે ટ્યુશન વગર પણ મહેનત કરી ઉચ્ચ પરિણામ હાંસલ કરી શકાય છે. 

રોજનું 8થી 9 કલાક વાંચન
માનસી રોજ 8થી 9 કલાકનું વાંચન કરતી હતી. માનસી ધોળકીયા સ્કૂલમાં ધોરણ 10નો અભ્યાસ કર્યો છે રોજેરોજનું વર્ક શાળામાં લેવાતી પરીક્ષાઓ ફાયદારૂપ બન્યું છે. માતા ગીતાબેન રડતા રડતા કહ્યું હતું કે, મારી પુત્રી 7 મહિનાની હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. માનસીની જવાબદારી મારા પર આવી અને હું હિંમત ન હાર. મે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 17માં નોકરી કરતા કરતા મેં માનસીને અભ્યાસ કરાવી રહી છું. માનસીને સારૂ પરિણામ આવ્યું તેનાથી મોટી ખુશી કંઇ હોય શકે. માનસીના આ પરિણામ પાછળ સ્કૂલનો પણ એટલો જ ફાળો છે જેટલો અમારો છે. શાળા તરફથી ખૂબ મદદ મળી છે. માનસીને ડોક્ટર બનવાનું સપનું છે.

પરીક્ષા સમયે હાથ ભાંગ્યો અને રાઇટર રાખી 97.21 PR મેળવ્યા
રાજકોટના ઉત્સવ મહેતાનો હાથ પરીક્ષાના થોડા દિવસ પહેલા જ ભાંગી ગયો હતો. હાથનું કાંડુ અલગ થઇ જતા પ્લેટ બેસાડવી પડી હતી. આથી તે પરીક્ષા આપી શકે તેવીસ્થિતિમાં નહોતો. પરંતુ તેણે ડ્રોપ લેવાને બદલે પરીક્ષા આપવા માટે રાઇટર રાખ્યો હતો અને તેણે 97.21 PR મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું છે. ઉત્સવ રોજ સાત કલાક વાંચન કરતો હતો. ઉત્સવને આગળ સાયન્સમાં જવાની ઇચ્છા છે. ઉત્સવે ધો.10નો અભ્યાસ ઇનોવેટીવ સ્કૂલ કર્યો હતો. 

રાજકોટની ખુશી વ્યાસે મેળવ્યા 94 PR, શાળાની સ્કોલશીપ દ્વારા આવતા વર્ષે US જશે

ખુશીએ જણાવ્યું હતું કે, હું કડવીબાઇ શાળામાં ધો.10માં અભ્યાસ કરૂ છું. મારી શાળાની સ્કોલશીપ દ્વારા આવતા વર્ષે US જઇ રહી છું. આ બધુ મારા માતા-પિતા, શાળાને કારણે જ શક્ય બન્યું છે. મારે ધોરણ 10માં 94 PR આવ્યા છે. આ પરિણામ પણ મારા માટે સારૂ છું. ઓવરઓલ પરિણામ થોડુ ઓછુ છે પરંતુ મારા પરિણામથી ખુશ છું. શાળાના શિક્ષકો અને એકસ્ટ્રા ક્લાસિસ રખાવી જેનું આ પરિણામ છે. મારા પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. હું કોમર્સ લેવાનું વિચારી રહી છું અને પછી હું US જઇશ. 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post