• Home
  • News
  • ગુજરાતમાં કોરોનાની રસી:બે દિવસમાં ભારત બાયોટેકની કોવેક્સિનનું 1 હજાર પર પરીક્ષણ, રાજ્યમાં રસીનું ટ્રાયલ ફરી શરૂ થશે
post

ભારત સરકારની ભારત બાયોટેકે વિક્સાવેલી આ સ્વદેશી રસી કોવેક્સિનની અસરકારકતા 70 ટકા હોવાનું જણાવાયું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-24 11:33:29

ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ વધતાં સ્થગિત કરાયેલું કોરોના રસીનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ હવે આ સપ્તાહના મધ્યભાગ બાદ ગમે ત્યારે શરૂ કરાશે. અગાઉ આ પરીક્ષણ ગયા મંગળવારથી શરૂ થવાનું હતું પરંતુ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ વધતાં હોસ્પિટલોમાં દર્દીઓનો ભરાવો થવા માંડ્યો હતો અને તેને લઇને આ પરીક્ષણ હાથ ધરાયું ન હતું, તેમ રાજ્ય સરકારના સૂત્રો જણાવે છે.

હજાર લોકો પર પરિક્ષણ થશેઃ સૂત્રો
સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવાર કે ગુરુવાર સુધીમાં જ કોરોનાની રસી ગુજરાત આવી જશે અને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં તેનો સંગ્રહ કરાશે. ત્યારબાદ ગુજરાત સરકારે જે પાંચ હોસ્પિટલોમાં આ રસીના પરીક્ષણની મંજૂરી આપી છે ત્યાં સમગ્રતયા 1,000 લોકો પર આ રસીનું પરીક્ષણ કરાશે. કેસો વધવાને કારણે હોસ્પિટલોમાં પથારી ઘટી રહી હતી અને પરીક્ષણ માટે તૈયાર થનારાં સ્વયંસેવકોને પણ કોવિડ હોસ્પિટલમાં આઇસોલેશનમાં જ રાખવાના હોવાથી આ પરીક્ષણ પાછું ઠેલવાનો નિર્ણય લેવાયો હતો.

કોવિક્સિનની અસર 70 ટકા
ભારત સરકારની ભારત બાયોટેકે વિક્સાવેલી આ સ્વદેશી રસી કોવેક્સિનની અસરકારકતા 70 ટકા હોવાનું જણાવાયું છે જે ઘણાં સારા પરિણામ કહી શકાય. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં આ રસીના ત્રીજા તબક્કાનું પરીક્ષણ ગયાં સપ્તાહે જ શરુ થઇ ગયું હતું, જાણકારોના મતે સ્વયંસેવકોના શરીરમાં રસીનો પહેલો ડોઝ અપાયાં બાદ તેના લોહીના પરીક્ષણ તથા અન્ય પરીક્ષણોને આધારે તેના પરિણામો ચકાસાય છે, ત્યારબાદ 21મા દિવસે બીજો ડોઝ આપીને 48 દિવસ સુધી તેના સ્વાસ્થ્ય પરીક્ષણ કરવામાં આવે છે. જો આ દરમિયાન કોઇ વિપરિત પરિણામો ન મળે તો કેન્દ્ર સરકાર તેને પ્રમાણિત કરી બહોળા ઉપયોગની મંજૂરી આપશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને માર્ચ 2021માં આ રસી આવશે તેમ જણાવ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post