• Home
  • News
  • ભૂપેન્દ્ર પટેલની સિક્યોરિટી ટીમ બદલાઈ:CM સિક્યોરિટીના 5 DySPની તાત્કાલિક અસરથી બદલી, લાંબા સમયથી ફરજ પર હતા
post

વિધાનસભાની ચૂંટણી પહેલાં 77 IPSની એકસાથે બદલી થયેલી

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-26 17:24:53

CM સિક્યોરિટીના પાંચ DySPની તાત્કાલિક અસરથી બદલી કરાઈ છે. લાંબા સમયથી ફરજ બજાવતા પાંચ ડીવાયએસપીને બદલવામાં આવ્યા હતા. એકસાથે બદલીના ઓર્ડરો થતાં અનેક તર્કવિતર્ક થયા છે. સીએમ સિક્યોરિટીમાં નવા પાંચ ડીવાયએસપીની નિમણૂક કરાઈ છે. બદલાયેલા પાંચેય અધિકારીને વેઇટિંગ ફોર પોસ્ટિંગનો આદેશ અપાયો છે.

સીએમ સિક્યુરિટીના 5 DySPની તાત્કાલિક અસરથી બદલી
રાજ્યના પોલીસ મહાનિરીક્ષક (વહીવટ) બ્રજેશ કુમાર ઝાએ તાત્કાલિક અસરથી લાંબા સમયથી મુખ્યમંત્રીની સિક્યુરિટીમાં સામેલ પાંચ નાયબ પોલીસ અધિક્ષક (DySP)ની બદલીનો ઓર્ડર કર્યો છે. ઓર્ડરમાં જણાવ્યા અનુસાર ગૃહ વિભાગની 25મી એપ્રિલેની અધિસૂચના અન્વયે 5 હથિયારી DySPની જાહેરહિતમાં બદલી કરવામાં આવી છે. જ્યારે 5 DySPને પ્રતિક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે. એટલું જ નહીં હાલમાં સીએમ સિક્યુરિટીમાં રહેલા તમામને તાત્કાલિક બદલી કરાયેલી જગ્યાએ હાજર થવાનો આદેશ કરાયો છે. પ્રતિક્ષામાં રહેલા અધિકારીઓએ રિપોર્ટ કરીને સીએમ સિક્યુરિટીના DySP એસબી બારોટની એટેચમાં છે તેમને છૂટા કરીને સેનાપતિને જૂથ 20 હેઠળ પરત કરાયા છે.

વિધાનસભાની ચૂંટણી પહેલાં 77 IPSની એકસાથે બદલી થયેલી
ગુજરાતમાં ચૂંટણી પહેલાં પોલીસબેડામાં મહત્ત્વની બદલીઓ આવવાની હતી, જે વિધાનસભા સત્ર પૂર્ણ થતાં બદલી કરવામાં આવી હતી. વિધાનસભા ચૂંટણી પહેલાં બદલીઓમાં 57 IPSની બદલી, જ્યારે 20ની બઢતી થઈ છે. એમાં 9 DySP, જેઓ વેઈટિંગ ફોર પોસ્ટિંગ હતા, તેમને બદલી કરીને પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત અમદાવાદમાં પણ બદલીઓ થઈ હતી. બદલીઓમાં રાજ્યમાં કડક છબિ ધરાવતા નિર્લિપ્ત રાયને સ્ટેટ મોનિટરિંગ સેલમાં બદલી કરતાં કેટલાક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. રાજ્યમાં બદલીઓ કરવામાં આવી હતી, એમાં DySPમાંથી પ્રમોશન મેળવીને SPS બનેલા અધિકારીઓ, જેમનું પોસ્ટિંગ બાકી હતું. તેમને પોસ્ટિંગ કરી દેવામાં આવ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post