• Home
  • News
  • બાઈડન USના સૌથી મોટી વયના રાષ્ટ્રપતિ બન્યા, પ્રથમ સ્પીચમાં કહ્યું- આપણે ફરી શીખ્યા લોકતંત્ર ઘણું કિંમતી અને નાજુક છે
post

કમલા હેરિસ અમેરિકાના પહેલા મહિલા અને પ્રથમ ભારતવંશી ઉપરાષ્ટ્રપતિ બન્યાં

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-21 09:12:33

કેપિટલ હિલ એટલે કે અમેરિકાની સંસદમાં ડેમોક્રેટ જોસેફ આર બાઈડન જૂનિયર એટલે કે જો બાઈડને અમેરિકાના ઈતિહાસના સૌથી મોટી વયના રાષ્ટ્રપતિ બની ગયા. કમલા હેરિસે અમેરિકાના 49માં ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. 56 વર્ષના કમલા હેરિસે આ સાથે જ ઈતિહાસ રચી દીધો. તેઓ પહિલા મહિલા, અશ્વેત અને ભારતવંશી ઉપરાષ્ટ્રપતિ બન્યાં છે.

બાઈડનની ઈનોગરલ સ્પીચઃ તે પ્રેસિડન્ટને પણ સલામ, જેઓ અહીં નથી આવ્યા
બાઈડને પોતાની ઈનોગરલ સ્પીચમાં કહ્યું કે, 'આ અમેરિકાનો દિવસ છે. આ લોકતંત્રનો દિવસ છે. આ આશાનો દિવસ છે. આજે અમે કોઈ ઉમેદવારનો જશ્ન મનાવવા એકઠાં નથી થયા, આપણે લોકતંત્ર માટે ભેગા થયા છીએ. અમે એક વખત શીખ્યું છે કે લોકતંત્ર ઘણું જ કિંમતી છે અને નાજુક પણ, પરંતુ લોકતંત્ર અહીં કાયમ છે.'

તેઓએ કહ્યું કે, 'થોડા દિવસ પહેલાં અહીં થયેલી હિંસાએ કેપિટલના પાયાને હલબલાવી નાંખ્યા હતા, જ્યારે કે 200 વર્ષથી સત્તાનું શાંતિપૂર્ણ હસ્તાંતરણ થતું હતું. હું બંને પક્ષના પૂર્વ રાષ્ટ્રપતિનો આભાર વ્યકત કરવા ઈચ્છીશ. તે પ્રેસિડન્ટને પણ સલામ, જેઓ અહીં ન આવ્યા, પરંતુ તેઓને અમેરિકાની સેવા કરવાની તક મળી.'

કોરોનાનો ઉલ્લેખ કર્યો
બાઈડને કહ્યું, 'આપણે સારા લોકો છીએ. આપણે હજુ લાંબો રસ્તો કાપવાનો છે. આપણે ઘણું બધું કરવાનું છે. આપણે ઘણું બધું બનાવવાનું છે, ઘણું બધું મેળવવાનું છે. હજુ એવો મુશ્કેલ સમય છે, જે અમેરિકાના લોકોએ પહેલા ક્યારેય નથી જોયો. આવું વર્લ્ડ વોર-2માં પણ જોવા નથી મળ્યું. લાખો રોજગારી જતી રહી છે. લાખો ઉદ્યોગો બંધ થઈ ગયા. ચરમપંથી, વ્હાઈટ સુપ્રીમેસી, આતંકવાદી જેવી બદીઓને આપણે હાર આપવાની છે. અમેરિકાનું ભવિષ્ય નક્કી કરવા માટે શબ્દોથી આગળ જઈને ઘણું બધું કરવાની જરૂરિયાત હોય છે. એકજૂથ રહેવું, એકતા બનાવી રાખવાની જરૂરિયાત છે.'

બાઈડને કહ્યું કે, 'અમેરિકાને એકજૂથ રાખવું જ મારો પ્રયાસ રહેશે. હું દરેક અમેરિકાના લોકોને આ હેતુમાં જોડાવવાની અપીલ કરું છું. ગુસ્સો, નફરત, ચરમપંથ, હિંસા, નિષ્ફળતાને આપણે એક થઈને હરાવી શકીએ છીએ. આપણે આ વાયરસમાંથી પણ બહાર આવી શકીએ છીએ. આપણે ઈન્સાફને કાયમ રાખી શકીએ છીએ. બની શકે છે કે જ્યારે હું યુનિટીની વાત કરું છું તો કેટલાંક લોકોને આ મૂર્ખતા લાગે, પરંતુ અમેરિકા સતત ભાઈ-ભત્રીજાવાદ, રંગભેદનો સામનો કરતું રહ્યું છે. જીત હંમેશા નિશ્ચિત નથી હોતી. આપણે 9/11 જોયું, લાંબો સંઘર્ષ જોયો.'

એકતા વગર અમન નહીં આવે
US
પ્રેસિડન્ટે કહ્યું, 'ઈતિહાસ જણાવે છે કે એકતા જ કાયમ રાખવી જોઈએ. આપણે એકબીજાનું સન્માન કરીએ. એકતા વગર અમન નહીં આવે. તેના વગર સફળતા નહીં મળે. દેશ નહીં બચે, માત્ર અરાજક્તા હસે. આપણે સંકટમાં છીએ. આપણી સામે પડકારો છે. આ મોમેન્ટ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનો છે. તેને માનીશું તો ક્યારેય નિષ્ફળ નહીં થઈએ. તેથી આજે આ સમયે, આ જગ્યાએ આવો આપણે નવેસરથી શરૂ કરીશું. આવો આપણે એકબીજાની વાત સાંભળીએ. એક બીજાનું સન્માન કરીએ. દરેક અસહમતિ માટે જરૂર નથી કે જંગ જ કરવામાં આવે. તથ્યોનો તોડવો કે પોતાના રીતે બનાવવો તે જરૂરી નથી. અમેરિકા જે હાલ છે, તેનાથી પણ સારું બની શકે છે. 108 વર્ષ પહેલાં હજારો મહિલા પ્રદર્શનકારીઓએ અહીં આવીને રાઈટ ટૂ વોટની માગ કરી હતી. આજે અહીં કમલા હેરિસ તરીકે પહેલી મહિલા ઉપરાષ્ટ્રપતિ છે.'

વાયોલન્સથી આપણું કામ સાયલન્સ નહીં થાય
અહીં સિવિલ વોર જેવી સ્થિતિ હતી. વાયોલન્સથી આપણાં કામને સાયલન્સ ન કરી શકાય. જો તમે અસહમત છો તો રહો. આ અમેરિકા છે. શાંતિ બનાવી રાખતા અસહમતી દાખવી શકાય છે. હું દરેક અમેરિકાના લોકોનો રાષ્ટ્રપતિ છું. હું વાયદો કરું છું કે જે મને સપોર્ટ નથી કરતા, તેમનો પણ હું એટલો જ રાષ્ટ્રપતિ છું, જેટલા મારા સમર્થકોનો છું.

સત્તા અને નફા માટે ખોટું બોલવામાં આવે છે
તક, સુરક્ષા, ગરિમા અને સત્યનું સન્માન થવું જોઈએ. સત્તા અને નફા માટે ખોટું બોલવામાં આવે છે. નેતા એટલા માટે બંધારણના શપથ લે છે કે જેથી તેઓ સત્યનો સાથ આપે અને જૂઠાણાંને માત આપે. અન-સિવિલ વોરને આપણે રોકવો પડશે. જો આપણું મન ખુલ્લું હશે, આપણાંમાં સહનશક્તી હશે અને આપણે પોતાને બીજાની જગ્યાએ મૂકીને જોઈશું તો આ શક્ય બનશે. આપણે એકબીજા માટે આ જ કરવાનું છે, ત્યારે જ આપણો દેશ મજબૂત બનશે. એકબીજાથી અસહમતી રાખીને આપણો દેશ મજબૂત બની શકે છે.

આ મહામારી સામે આપણે એકજૂથ થઈને લડવાનું છે. આપણે મળીને લડવાનું છે. દુનિયા આપણને જોઈ રહી છે. મારો તેમના માટે સંદેશ છે કે અમેરિકાની પરીક્ષા થઈ છે. અમે તૈયાર છીએ. અમે તાકાતથી નેતૃત્વ નહીં કરીએ, પરંતુ ઉદાહરણની સાથે નેતૃત્વ કરીશું. હું રાષ્ટ્રપતિ તરીકે તમને કહીશ કે મહામારીમાં જીવ ગુમાવનારની આત્મા માટે મૌન રાખીને દુઆ કરીએ. આપણે તેમનું સન્માન કરીએ છીએ.

અમેરિકાએ નવી કહાની લખવાની છે
આપણે ઘણું કરવાનું છે. હું વાયદો કરું છું. આપણને પારખવામાં આવશે, આંકવામાં આવશે. મને લાગે છે કે આપણે મળીને અમેરિકાના ઈતિહાસનો નવો મહાન અધ્યાય લખીશું. આપણે જો આ કરી દેખાડ્યું તો આવનારી પેઢીઓ કહેશે કે આપણે સારું કામ કર્યું છે. હું બંધારણની રક્ષા કરીશ. લોકતંત્રની રક્ષા કરીશ. અમેરિકાની સુરક્ષા કરીશે. આપણે અમેરિકાની એક નવી કહાની લખવાની છે, જે ડરથી નહીં, આશાથી ભરેલી હોય. ગોડ બ્લેસ અમેરિકા. થેન્ક યૂ અમેરિકા.

કમલા હેરિસનું પહેલું ટ્વીટ
વાઈસ પ્રેસિડન્ટ તરીકે શપથ લીધા બાદ કમલા હેરિસ પહેલું ટ્વીટ કર્યું. કહ્યું- હું સેવા માટે તૈયાર છું.

 

બાઈડને પત્ની માટે ટ્વીટ કર્યુ
શપથ ગ્રહણ સમારંભ પહેલાં બાઈડને સોશિયલ મીડિયાના માધ્યમથી પત્ની જિલનો આભાર માન્યો. તેઓએ કહ્યું કે- આવનારા સમયમાં તમારો સાથ જરૂરી હશે. I Love You

 

adv

Related News

post
post
post
post
post
post
post