• Home
  • News
  • રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટો ભૂકંપ, ‘કરજણના MLA અક્ષય પટેલે શું રાજીનામું આપ્યું?
post

કરજણ કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલ આજે સવારથી તેમના ઘરેથી ગાયબ હોવાની ચર્ચા અહેવાલોમાં ચમકી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-04 10:30:42

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનું કાઉન ડાઉન શરૂ થઈ ગયું છે. ચૂંટણી પંચે ગુજરાત સહિતની રાજ્યસભાની 18 બેઠકોની ચૂંટણી જે મુલત્વી રાખવામાં આવી હતી તે 19 જૂનના રોજ યોજાવાની જાહેરાત કરીને રાજકીય હલચલ ઊભી કરી દીધી છે. ફરીથી ભાજપ પોતાના મિશનમાં લાગી ગયું છે. એટલે કે ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાના પ્રયત્નો શરૂ કરી દીધા હોય તેમ બુધવારે કોંગ્રેસના 3 ધારાસભ્યોએ રાજ્યના ડે.CM નીતિન પટેલ સાથે બેઠક કરી છે. ત્યારબાદ અલગ અલગ ક્યાસ લગાવવામાં આવી રહ્યા હતા.


આજે બીજા દિવસે ભાજપે કોંગ્રેસની એક વિકેટ ખેરવી હોય તેવા એક અહેવા મળી રહ્યા છે. વડોદરા કરજણના ધારાસભ્યને લઈને આજે વહેલી સવારથી અનેક અટકળો વહેતી થઈ છે. કરજણ કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલ આજે સવારથી તેમના ઘરેથી ગાયબ હોવાની ચર્ચા અહેવાલોમાં ચમકી છે. તેમની શોધ મેળવવા ફોનનો સહારો લીધો તો સવારથી અક્ષય પટેલનો ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો છે. ત્યારે ફરીથી ભાજપ રાજ્યસભાની ચૂંટણીના તોડમોડની નીતિમાં લાગી ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે.


વડોદરા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલને લઈને હાલ અનેક અટકળો વહેતી થઈ છે. રાજકારણ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે, છેલ્લા કેટલાક સમયથી અક્ષય પટેલ પક્ષથી નારાજ ચાલી રહ્યા હતા. અક્ષય પટેલ છેલ્લા બે દિવસથી સંપર્ક વિહોણા બન્યા છે. સૂત્રો એવું પણ જણાવી રહ્યા છે કે તેમને કરજણના કોંગ્રેસ ધારાસભ્યે પદેથી પોતાનું રાજીનામું આપી દીધું છે, હાલ એવી પણ માહિતી સામે આવી રહી છે કે અક્ષય પટેલે ગાંધીનગરમાં વિધાનસભાના અધ્યક્ષને પોતાનું રાજીનામું આપી દીધું છે. આ સાથે જ રાજ્યસભાની ચૂંટણી અગાઉ ફરીથી રાજકારણ ગરમાયું છે.

હાલ વિપક્ષના નેતા પરેશ ધાનાણીની એક ટ્વિટ પોસ્ટ કરી છે, જેમાં જાણે આડકતરી રીતે કોંગ્રેસ તૂટી રહી હોય તેનો ઈશારો કર્યો છે. હવે અક્ષય પટેલના ગુમ થયા અને રાજીનામા આપી દીધા હોવાના અહેવાલો વચ્ચે ધાનાણીની આ ટ્વિટ અનેક સવાલો ઉભો કરી રહ્યું છે.

નોંધનીય છે કે, બુધવારે કોંગ્રેસના 3 પાટીદાર ધારાસભ્યોએ નીતિન પટેલની મુલાકાત કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. કોંગ્રેસના લલિત કગથરા, લલિત વસોયા, કિરીટ પટેલ ડેપ્યૂટી સીએમ નીતિન પટેલને મળ્યા હતા. રાજ્યસભાની ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસના 3 પાટીદાર ધારાસભ્યોની અવરજવર ચર્ચાનો વિષય બન્યો હતો. તમને જણાવીએ કે લોકડાઉન અગાઉ સોમા પટેલે કોંગ્રેસના MLA પદેથી રાજીનામું આપ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post