• Home
  • News
  • સુરતના હીરા ઉદ્યોગકારોને મોટી રાહત- હોંગકોંગ પછી હવે આજથી બેલ્જિયમનું માર્કેટ પણ કાર્યરત
post

600 ઓફિસના મેન્યુ. યુનિટમાં 15 મીટરનું અંતર જાળવવા સૂચન

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-11 09:03:56

સુરત: હોંગકોંગ બાદ આજે સોમવારથી બેલ્જિયમના એન્ટવર્પમાં આવેલી હીરાની 600 ઓફિસો પણ ખૂલી રહી છે. હોંગકોંગ બાદ એન્ટવર્પનું પણ માર્કેટ ખુલી જતાં સુરતના હીરા ઉદ્યોગકારોના અટકેલા પાર્સલ જશે. એન્ટવર્પમાં ડાયમંડ તથા જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગના યુનિટોમાં કામદારોને 15 મીટરનું અંતર જાળવી કામકાજ શરૂ કરવા સૂચન કરાયું છે. આ સાથે સુરત-મુંબઈની મોટી ડાયમંડ કંપનીઓની જે રફ ડાયમંડની સપ્લાય અટકી છે, તે ક્લિયર થશે. સુરત-બેલ્જિયમનો વર્ષે 6 બિલિયન ડોલરનો વેપાર છે.


સિંગાપોરની સરકારે પણ 1 જૂનથી જેમ્સ એન્ડ જવેલરીનો વેપાર શરૂ કરવાનું નક્કી કર્યું
એન્ટવર્પમાં સોમવારથી બ્રોકર, કુરીયર સર્વિસ પણ શરૂ કરવામાં આવશે. એન્ટવર્પ વર્લ્ડ ડાયમંડ સેન્ટરના આંકડાઓ મુજબ માર્ચમાં પોલિશ્ડ ડાયમંડનો ઇમ્પોર્ટ 73 ટકા ઘટ્યો હતો. જયારે રફનો એક્સપોર્ટ 51.3 ટકા ઓછો રહ્યો છે. હવે હોંગકોંગ અને સ્વિત્ઝર્લેન્ડમાં પણ જેમ્સ એન્ડ જવેલરી ઉદ્યોગ શરૂ થતા એન્ટવર્પમાં પણ ગતિવિધિ વધી છે. જયારે સિંગાપોરની સરકારે પણ 1 જૂનથી જેમ્સ એન્ડ જવેલરીનો વેપાર શરૂ કરવાનું નક્કી કર્યું છે. જીજેઈપીસીના રીજનલ ચેરમેન દિનેશ નાવડીયા જણાવે છે કે, જેમ-જેમ વિદેશી બજારો ખુલતાં થશે તેમ જૂનો સ્ટોક ક્લીયર થશે. ભારતમાં લૉકડાઉન ખુલે ત્યાં સુધીમાં હીરાઉદ્યોગકાર પરથી બોજો દૂર થશે. નવા ઓર્ડર આવતા થશે તો કામ કરવાનું પ્રોત્સાહન મળશે. જોકે, રફ ડાયમંડ મોટાભાગે બેલ્જિયમ અને દુબઈથી સુરત આવે છે. દુબઈ માર્કેટ શરૂ થયા બાદ બેલ્જિયમથી 50 ટકા હીરા ભારતમાં આવે છે. બેલ્જિયમ માર્કેટ ખુલવાથી હીરા ઉદ્યોગમાં પોઝીટીવ વાઈબ આવશે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં વર્ષે 12 બિલિયન ડોલરની રફ ડાયમંડની ખરીદી થાય છે. જેમાંથી 5 થી 6 બિલિયની ડોલરની રફ ડાયમંડ બેલ્જિયમ થઈને આવે છે. આ અંગે ડીઆઈસીએફના નિલેશ બોડકીએ જણાવે છે કે કે, ભારતમાં તૈયાર થતા પોલિશ્ડ હીરા પૈકી 39 ટકાની હોંગકોંગમાં એક્સપોર્ટ થાય છે. બેલ્જિયમ માર્કેટ ખુલતાં સ્ટોક ક્લીયર થવા સાથે પેમેન્ટની આશા બંધાઈ છે. પાછલા દિવસોમાં 60 ટકા ઓર્ડર પુરા કરવામાં આવ્યા છે. મુંબઈમાં કામકાજ શરૂ થયા બાદ નિકાસ વધુ સરળ બનશે.


હોંગકોંગમાં રૂ.1000 કરોડના હીરા સુરતથી નિકાસ થયા
સુરત હીરા બુર્સને મળેલી પરવાનગીના કારણે સુરતથી 80થી વધુ હીરાના રૂ.1000 કરોડના પાર્સલ ઈમ્પોર્ટ થઈ ચૂક્યા છે. જ્યારે આવનારા 20 દિવસમાં રૂ.3000 કરોડના હીરા એક્સપોર્ટ થશે. જાન્યુઆરીમાં બેંક ગેરેન્ટી વગર સુરત હીરા બુર્સથી એક્સપોર્ટને મળેલી પરવાનગીથી સુરતનો હીરા એક્સપોર્ટનો ધંધો ધમધમી રહ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post