• Home
  • News
  • હાર્દિક પટેલને લઈ મોટો ઘટસ્ફોટ: કોર્ટમાં એક-બે વાર નહીં, 61 વખત ગેરહાજર, જાણો ક્રાઈમ બ્રાન્ચે કોર્ટમાં શું ઉઠાવ્યો વાંધો?
post

કોઈના વ્યકિતગત હક્ક-અધિકાર કરતા સમાજનું વિશાળ હિત વધારે અગત્યનું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-23 12:11:59

પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે ગુજરાત બહાર જવા માટે પરવાનગી માંગતી કરેલી અરજીમાં ક્રાઈમ બ્રાન્ચે સખત વાંધો રજૂ કરતી એફિડેવિટ કોર્ટમાં રજૂ કરી છે. હાર્દિક પટેલ કોર્ટની શરતોનું સતત ઉલ્લંઘન કરી રહ્યો છે અને કેસ વિલંબમાં નાંખી રહ્યો હોવાથી કોઈ છૂટછાટ આપવી જોઈએ નહીં. ત્યારબાદ કોર્ટે વધુ સુનાવણી આગામી ૨૪મીના રોજ રાખી છે.

પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો કેસ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ કેસ સહિતના કેસમાં ગુજરાત બહાર જવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ શરત ૧૨ સપ્તાહ સુધી મુલત્વી રાખવા દાદ માંગી હતી.

જેમાં તપાસનીશ અધિકારી આર.જે. ચૌધરીએ કોર્ટમાં ૧૨ પાનાની એફિડેવિટમાં એવો ગંભીર આક્ષેપ કર્યો છે, હાર્દિક પટેલે કોર્ટમાં જામીનમાં જે સરનામા દર્શાવ્યાં છે ત્યાં તે રહેતો નહીં હોવાની વિગતો સાંપડી છે. આટલું જ નહીં હાર્દિક પટેલ કોર્ટમાં એક યા બીજા કારણોસર ૬૧ મુદતમાં ગેરહાજર રહ્યો છે.

ગત તા. ૩૦મી જુલાઈના રોજ કોર્ટે નોંધ્યું હતું કે, અરજદાર(હાર્દિક પટેલ) ઈરાદાપૂર્વક કેસની કાર્યવાહી વિલંબિત કરવા માટેનું વલણ ધરાવતા હોય તે સંજોગોમાં કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતો અને ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલ નાગરિકોના હક્ક-અધિકારો, જવાબદારી બાબતે કોર્ટે સજાગ રહેવાનું હોય છે.

કોઈના વ્યકિતગત હક્ક-અધિકાર કરતા સમાજનું વિશાળ હિત વધારે અગત્યનું છે. આ હિત જાળવવા માટે કાયદાકીય ન્યાય મળી રહે તે માટે કોર્ટની રચના કરી છે. આ કેસમાં આરોપી ઈરાદાપૂર્વક યુકિત-પ્રયુકિતથી કેસની કાર્યવાહીમાં હાજર ન રહી વિલંબિત કરવા માંગતા હોય તેવું રેકર્ડ ઉપરથી પ્રસ્થાપિત થાય છે.

આરોપી કોર્ગેસ વર્કિંગ પ્રેસિડન્ટ હોવાના કારણે ૧૨ સપ્તાહ સુધી ગુજરાત બહાર જવા જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે સસ્પેન્ડ કરવા અને ગુજરાત બહાર જવા પરવાનગી માંગતી કરેલી અરજી ફગાવવી જોઈએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post