• Home
  • News
  • ગુજરાતમાં સ્કૂલો ખોલવાને લઈને મોટા સમાચાર, રાજ્ય સરકારે સ્પષ્ટતા કરીને વાલીઓની ચિંતા હળવી કરી
post

રાજ્યમાં કોરોનાની એન્ટ્રી થઇ ત્યારથી એટલે કે 15 માર્ચથી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-15 11:17:34

રાજ્યમાં હાલ સ્કૂલ ખોલવાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આજે શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે દિવાળી સુધી રાજ્યની શાળાઓ ખુલશે નહીં. દિવાળી બાદ શાળા શરૂ કરવા સરકાર વિચારણા કરાશે. 

હાલમાં રાજ્યમાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે ત્યારે કોરોનાની સ્થિતિને લઈને સરકારે આજે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દિવાળી બાદ કોરોનાની સ્થિતિને લઈ વિચારણાં કરાશે અને ત્યારબાદ શાળાઓ ખોલવા યોગ્ય નિર્ણય કરાશે. દિવાળી બાદ રાજ્યમાં કોરોનાની કેવી પરિસ્થિતિ છે તેના આધારે શાળા શરૂ કરવા અંગે આગામી નિર્ણય લેવાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના અનલોકમાં ધીરે ધીરે કરીને બધુ ખૂલી રહ્યું છે. પરંતુ હજુ સુધી સરકારે શાળાઓ ખોલવાની પરમિશન આપી નથી, તેવામાં આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે. દરેક વાલીને તે સવાલ ઉદ્દભવતો હતો કે હવે બાળકોની શાળાઓ ક્યારે ખૂલશે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતમાં દિવાળી બાદ જ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરશે તેવું જણાવ્યું છે. કોરોનાની પરિસ્થિતિમાં સરકારે કહ્યું કે, દિવાળી બાદ રાજ્યમાં કોરોનાની કેવી પરિસ્થિતિ છે તેના આધારે શાળાઓ શરૂ કરવા સંદર્ભે શિક્ષણ વિભાગ વિચારણા કરશે. 

16 માર્ચથી બંધ છે સ્કુલો 

રાજ્યમાં કોરોનાની એન્ટ્રી થઇ ત્યારથી એટલે કે 15 માર્ચથી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. શાળાઓ બંધ થયા બાદ ફક્ત બોર્ડ પરીક્ષાઓ યથાવત રાખવામાં આવી હતી આમ રાજ્યમાં છેલ્લા 6 મહિનાથી સ્કુલો બંધ છે. આ સિવાય રાજ્ય સરકાર દ્વારા સિલેબસમાં ઘટાડો કરવા અંગે પણ વિચારવામાં આવી રહ્યું છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post