• Home
  • News
  • 2022ની 15 ઓગસ્ટે પીરાણાના ડુંગરથી મુક્તિ, રોજ 6 હજાર ટન કચરાનો નિકાલ, 21 વીઘા જમીન ખુલ્લી થઈ
post

40 વર્ષથી બનેલા આ કચરાના ઢગલાને હટાવવા માટે 12 મશીનો કામે લાગ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-09 10:39:14

અમદાવાદ: પીરાણામાં આવેલો કચરાનો ડુંગર હવે અઢી વર્ષમાં લગભગ નામશેષ થઇ જશે. દરરોજ અહીં 4300 ટન કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. છે.આ રીતે દોઢ વર્ષમાં જ કુલ એક કરોડ ટન કચરાનો નિકાલ કરી કચરાના ડુંગરને નાબૂદ કરી દેવાશે. જેને કારણે પ્રદૂષણથી પણ અમદાવાદીઓને થોડી ઘણી રાહત મળશે. છેલ્લા 40 વર્ષથી બનેલા આ કચરાના ઢગલાને હટાવવા માટે 12 મશીનો કામે લાગ્યા છે. એક મોટું મશીન એક હજાર ટન અને અન્ય 11 નાના મશીન 6 હજાર ટન કચરાનો રોજ નિકાલ કરે છે. 2.75 લાખ ટન કચરાનો છેલ્લા છ મહિનામાં જ નિકાલ કરાયો છે, અને અંદાજે 8.5 એકર(21 વીઘા)થી વધુ જમીન ખુલ્લી કરાઇ છે. નેશનલ હાઈવેની પાસે આવેલી રૂ.800થી 1000 કરોડની કુલ 65 એકર જમીન ખુલ્લી થશે. આ કચરાનો ડુંગર 15 ઓગસ્ટ 2022ના રોજ ઈતિહાસ બની જશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષના ઓગસ્ટમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે( NGT)રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 6 મહિનામાં જ મહિનાના અંતે દરરોજ 10 હજાર ટન કચરો દૂર કરવા ક્ષમતા હાંસલ થશે

આ અંગે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ટ્વિટ કરી માહિતી આપી હતી કે, અત્યાર સુધીમાં 10 લાખ ટન કચરો દૂર થયો છે અને 8.5(21 વીઘા) એકર જમીન ખુલ્લી થઈ છે. દરરોજ 6000 ટન કચરો દૂર કરવામાં આવી રહ્યો છે. જે આ મહિનાના અંતે 10 હજાર ટન સુધી પહોંચશે. 15 ઓગસ્ટ 2022ના રોજ પીરાણા ઈતિહાસ બની જશે. શરૂઆતમાં કચરો દૂર કરવા માટેનો ખર્ચ રૂ. 600-800 કરોડ થવાનો અંદાજ હતો, જે હવે રૂ.100 કરોડમાં પુરો થઈ જશે. નેશનલ હાઈવેની પાસે આવેલી રૂ.800થી 1000 કરોડની કુલ 65 એકર જમીન ખુલ્લી થશે.

ટ્રકમાં કચરો ભર્યા બાદ પ્રોસેસિંગ મશીનમાં નાંખી ખાતર બનાવાય છે

હાલ કોર્પોરેશન દ્વારા કચરાના આ વિશાળકાય ઢગલાની ખાલી કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મશીનો દ્વારા કચરાને ટ્રકોમાં ભરવાની કામગીરી સતત ચાલી રહી છે. ટ્રકની અંદર જે કચરો ભરાઇ તે કચરાને પ્રોસેસિંગ મશીનમાં નાંખવામાં આવે છે, ત્યાર બાદ તે કચરાને પ્રોસેસ કરી ખાતર બનાવવાનું કામ પણ એટલી ઝડપથી ચાલી રહ્યું છે. માત્ર એટલું જ નહીં કોર્પોરેશન દ્વારા આ કામગીરી કેટલે સુધી પહોંચી છે તે અંગે પહેલાની અને હાલની સ્થિતિ બતાવતા મોટાં બેનર્સ પણ લગાવવામાં આવ્યા છે.


કયા સમયે કેટલા મીટર જગ્યા ખુલ્લી થઈ
- AMC
એ જુલાઇ 2019માં 5.63 મીટર કચરાની સફાઇ કરી કચરો હટાવવાની શરૂઆત કરી
-
ઓગસ્ટ 2019માં 5.96 મીટર(જગ્યા ખુલ્લી થઈ) સુધી કચરાની સફાઇ થઈ
-
સપ્ટેમ્બર 2019માં 5.86 મીટર સુધીનો કચરો સાફ થયો
-
ઓક્ટોબર 2019માં 7.32 મીટર કચરાના ઢગલાની સફાઈ થઈ
-
નવેમ્બર 2019માં 9.85 મીટર કચરાની સફાઈ કરી
-
ડિસેમ્બર 2019માં 17.85 મીટર કચરાની સફાઈ થઈ
-
જાન્યુઆરી 2020માં 19 મીટર વિસ્તાર કચરાનો નિકાલ કર્યો
-
ફેબ્રુઆરી 2020માં 18.53 મીટર કચરાની સફાઇ થઈ ચૂકી છે.


આ રીતે થાય છે કચરાનો નિકાલ
સળગે તેવો કચરો: કાપડ, કાગળ, લાકડું, પ્લાસ્ટિક જેવી ચીજો જે સળગી શકે છે તેને જુદા પાડી બોયલર ચલાવનારને અપાય છે.
મકાનોના કાટમાળ: કાટમાળને નિશ્ચિત કંપનીઓને અપાય છે. જેને દળીને તેમાંથી પેવર બ્લોક, સીમેન્ટના બાંકડા,બનાવાય છે.
ખાતર થઇ શકે: કેટલાક ભીના કચરા જેવા કે શાકભાજી, ફુલ સહિત અન્યને અલગ પાડીને તેનો ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે.


દિવાળી બાદ 20 મશીન કામે લગાવાશે
દિવાળી પછી 20 જેટલા મશીનો ગોઠવીને તેનો નાશ કરવાનું મ્યુનિ.નું આયોજન છે. કચરાનો ઢગલો આ વિસ્તારના રહીશો માટે ખરેખર માથાના દુ:ખાવા સમાન છે. જોકે અમદાવાદ મ્યુનિ. તે પડકારને પહોંચી વળી તેનો ઉકેલ લાવશે.


ડમ્પિગ સાઈટને કારણે નારોલમાં પ્રદૂષણની માત્રા બેહદ ઝેરી
નારોલમાં પાણી અને ગુનાખોરીની સમસ્યાની સાથે સાથે પ્રદૂષણ પણ એક ગંભીર મુદ્દો છે. ડમ્પિંગ સાઈટને કારણે કચરાના ઢગલામાં દરરોજ આગ લાગવાથી ભયંકર પ્રદૂષણ ફેલાય છે. લોકો જ્યારે ધાબા પર ઉંઘવા જાય છે ત્યારે ઉઠવા સમયે તેના મોં પણ કાળા પડી જાય છે. આ સિવાય શ્વાસ, ફેફસાં અને ચામડી સંબિધિત બીમારીઓનો પણ ભોગ બને છે. પીરાણામાં ઘણીવાર પીએમ( પર્ટિક્યૂલેટ મેટર)1૦ની માત્રા વધીને 320થી ઉપર જયારે પીએમ 2.5ની માત્રા 360-370 સુધી પહોંચે છે. જેથી હવા એકદમ ઝેરી બની રહી છે. વાસ્તવમાં પીએમ 1૦ની માત્રા 1૦૦થી વધુ વધવી જોઇએ નહીં. આ જ પ્રમાણે, પીએમ 2.5ની માત્રા 6૦થી વધુ ન હોવી જોઇએ. હવામાં પીએમ 2.5ની માત્રા 121થી વધુ થાય તો તે અતિખરાબ ગણવામાં આવે છે. હવાની ગુણવત્તાના ધારાધોરણો કરતાં ઝેરી રજકણોની માત્રા વધુ જોવા મળે છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post