• Home
  • News
  • વડાપ્રધાનને જન્મદિવસની ભેટ: સરદાર ડેમ 99.99% ભરાયો, 0.1% માટે નરેન્દ્ર મોદીની જોવાતી રાહ
post

એક દિવસ બાદ 17 સપ્ટેમ્બરે નર્મદા ડેમને 138.68 મીટરે છલોછલ ભરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની ભેટ આપવાનું સરકાર વિચારી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-16 09:19:19

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ સિઝનમાં પહેલીવાર સંપૂર્ણ ભરાયો છે. મંગળવારે નર્મદા ડેમની જળસપાટી 137.99 મીટરે પહોંચ્યા બાદ 137.98 મીટરે આવી સ્થિર થઇ છે.

એક દિવસ બાદ 17 સપ્ટેમ્બરે નર્મદા ડેમને 138.68 મીટરે છલોછલ ભરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની ભેટ આપવાનું સરકાર વિચારી રહી છે. આ દિવસને ઉત્સવમાં ફેરવવા માટે તંત્ર પણ ઉત્સાહિત છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ દિવસે નર્મદા ડેમ ખાતે મા રેવાને ચૂંદડી અને શ્રીફળ ચઢાવી વધામણા કરે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.

સરદાર સરોવર ડેમમાં આવતા અને જતાં પાણીની વિગતો

·         ઉપરવાસમાંથી પ્રતિ સેકંડે 15.84 લાખ લિટર ( 55,950 ક્યુસેક) આવક

·         રિવરબેડ અને કેનાલબેડ પાવર હાઉસમાંથી 15.77 લાખ લિટર (55,700 કયુસેક) જાવક

·         મુખ્ય કેનાલમાં છોડવામાં આવી રહેલું પાણી 13500 ક્યુસેક

·         ડેમમાં કુલ પાણીનો સંગ્રહ લાઇવ જથ્થો 5.63 લાખ કરોડ લિટર (5635 મિલીયન ક્યુબીક મીટર)

·         ડેડ સ્ટોક સાથે 9.46 લાખ કરોડ લિટર (9460 એમ.સી.એમ.)

 

adv

Related News

post
post
post
post
post
post
post