• Home
  • News
  • જયપુરમાં ઠંડીએ 55 વર્ષનો રેકોર્ડ તોડ્યો
post

ઉતર અને પૂર્વ ભારતમાં ભારે ઠંડી પડી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-30 12:40:34

નવી દિલ્હીઃ ઉતર અને પૂર્વ ભારતમાં ભારે ઠંડી પડી રહી છે. લદ્દાખની દ્રાસ ઘાટી અને જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં તાપમાન સતત માઈનસમાં ગયુ છે. ઘણી જગ્યાએ નદીઓ, તળાવો અને ઝરણાઓ થીજી ગયા છે. રાજસ્થાન, ઉતર પ્રદેશ, દિલ્હી-એનસીઆર, મધ્યપ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા, ઉતરાખંડ, હિમાચલ પ્રદેશમાં શીતળ લહેર ચાલુ છે. સોમવારે રાજધાની દિલ્હીમાં ન્યુનતમ તાપમાન 3 સેલ્સિયસથી નીચ નોંધાયું છે. જયપુરમાં ઠંડીએ 55 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.

દેશના મેદાની વિસ્તારમાં ગત સપ્તાહથી ચાલુ ઠંડીમાં હાલ રાહત મળવાની શકયતા નથી. હવામાન વિભાગે 30 ડિસેમ્બરથી 02 જાન્યુઆરી સુધી દેશના ઘણા રાજ્યોમાં વરસાદની પણ અલર્ટ આપી છે કે તાપમાનમાં હજુ પણ ઘટાડો આવી શકે છે. સિક્કિમ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ અને લદ્દાખમાં બરફના વરસાદની શકયતા છે. ખરાબ હવામાનથી હવાઈ સેવાઓને અસર થઈ હોવાને કારણે દિલ્હી એરપોર્ટ પર મુસાફરોને એરલાઈન કંપનીના સંપર્કમાં રહેવાનું કહેવામાં આવ્યું છે.

જયપુરમાં ઠંડીએ 55 વર્ષનો રેકોર્ડ તોડ્યો. રવિવારેની રાતે 1.4 સેલ્સિયસની સાથે ડિસેમ્બરન સૌથી ઠંડી રાત રહી. જ્યોરે જોબનેરમાં સતત ત્રીજી રાતે પારો માઈનસમાં રહ્યો. ગત રાતે અહીં ન્યુનતમ પારો 1.6 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયો. રવિવારે ધુમ્મસના કારણે જયપુરથી 3 ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી અને એકને રદ કરવી પડી.