• Home
  • News
  • ભાજપ કોંગ્રેસ દ્વારા રાજ્યસભા ચૂંટણીમાં જીતના દાવા, ક્રોસવોટિંગ થવાના સામસામા દાવા
post

જીતુ વાઘાણીએ તો ખુલ્લેઆમ કહી દીધું કે કેસરસિંહે કોંગ્રેસમાં ઓપરેશન કરવાનું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-19 11:10:24

ગાંધીનગ૨: આજે રાજ્યસભાની ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપના મળીને કુલ પાંચ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ છે. તેવામાં ક્રોસવોટિંગ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અજુગતું થવા અને નારાજગીની વાતો કરી રહ્યા છે. તેવામાં જીતુ વાધાણીએ કોંગ્રેસમાં ઓપરેશન થયું હોવાનું નિવેદન આપ્યું છે. જ્યારે સીજે ચાવડાએ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ધારાસભ્યો નારાજ હોવાની વાત કરી છે.

પ્રતિઆક્ષેપો અને જીતના દાવા

·         ગુજરાત ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ દાવો કર્યો છે કે કેસરીસિંહ (ભાજપ)ને ઓપરેશન કરાવવાનું હતું, કોગ્રેસમાં કંઇક અજુગતું થશે.

·         કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે. અમારા બંને ઉમેદવારોને કુલ  70 મત જોઇએ પણ અમારા બંને ઉમેદવારને કુલ 71 મત મળશે અને જીતશે..

·         કોગ્રેસ ધારાસભ્ય સી જે ચાવડાએ ભાજપમાં અસંતોષ હોવાનો દાવો કર્યો હતો અને જણાવ્યું હતું કે, કોંગ્રેસ ટેબલ પોલિટિક્સમાં માહિર છે. ભાજપ સત્તા અને સંપત્તિની પોલિટિક્સમાં માહિર છે. રાઘવજી પટેલ અને સી કે રાઉલજી જેવા મંત્રી બનવા માટે ગયેલા પણ નારાજ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post