• Home
  • News
  • પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવી ગરબે રમનારા સુરતના MLA હર્ષ સંઘવીને કોરોના થયો
post

કેશોદ ચોકડી પર હર્ષ સંઘવી ગરબે રમતા કેમેરામાં કેદ થયેલા

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-27 11:49:03

વિવાદોમાં સતત સપડાતા રહેતા સુરતના મજૂરા વિધાનસભા બેઠક ધારાસભ્ય હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હર્ષ સંઘવીએ સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન કેશોદ ચોકડી પર ગરબા લીધા હતાં. આ દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા છે. સી.આર.પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના જાહેરમાં ધજાગરા ઉડ્યા હોવાથી કોરોના સંક્રમણ ફેલાવાનો ડર પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીને કોરોના થતાં અન્ય કેટલા લોકોને કોરોના થયો હશે તે પણ સવાલો ઉભા થઈ રહ્યાં છે.

કેશોદ ચોકડી પર ગરબા હર્ષ સંઘવી રમ્યા હતા
સી.આર.પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન હર્ષ સંઘવી તેમની સાથે જોડાયા હતાં. સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કર્યા બાદ શરૂ થયેલા પ્રવાસમાં હર્ષ સંઘવી સાથે હતાં. જૂનાગઢથી પ્રવાસ રાજકોટ તરફ આવી રહ્યો હતો તે દરમિયાન કેશોદ ચોકડી પાસે જાહેરમાં રોડ પર ગરબા રમવામાં આવ્યાં હતાં. જેમાં હર્ષ સંઘવી પણ ગરબા રમતા જોવા મળ્યાં હતાં.

ગરબા ન રમે તેની સાસુના સમ અપાયેલા
કેશોદ ચોકડી પર ગરબે રમતી વખતે મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી પણ જોડાયા હોવાની જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ કાર્યકરોને ગરબે રમવા માટે જોડાવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. જેમાં ગરબે ન રમે તેમને સાસુના સમ આપવામાં આવી રહ્યાં હોવાનું વીડિયોમાં સ્પષ્ટ થાય છે.

પાટીલના પ્રવાસ સામે સવાલો ઉઠેલા
સી.આર.પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન ભારે સવાલો ઉભા થયા હતાં. જાહેરમાં નિયમોના ધજાગરા ઉડ્યાં હતાં. આ નિયમોના ભંગ બદલ ભાજના કોઈ નેતા કે કાર્યકરને દંડ કરવામાં આવ્યો નહોતો. એક જીપ પર નિયમ કરતાં વધુ આઠ આઠ લોકો સવાર હતાં. જાહેરમાં ગરબા અને માસ્ક વગર લોકો જોવા મળ્યાં હતાં. ત્યારે સવાલો લોકોએ ઉઠાવ્યા હતા કે, ભગવાનની યાત્રાઓ અને ઉત્સવો બંધ રહ્યા ત્યારે નેતાઓ આ રીતે કેમ ફરી શકે શું કોરોના ન થાય..આ ડર સાચો પડ્યો હોય તેમ હર્ષ સંઘવીને કોરોના થયો છે.

adv

Related News

post
post
post
post
post
post
post