• Home
  • News
  • ભાજપ પ્રચારમાં સભા નહિ, માસ્ક, સેનિટાઇઝર વહેંચશે
post

8 બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપની રણનીતિ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-06 11:36:42

અમદાવાદ: ગુજરાતમાં આઠ બેઠકો પર થનારી પેટાચૂંટણીના પ્રચારમાં કોરોનાને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે હેતુથી ભાજપ જાહેરસભાના બદલે વર્ચ્યુઅલ રેલી અને ઘરે-ઘરે  માસ્ક, સેનિટાઈઝર પહોંચાડી પ્રચાર કરશે.

પક્ષ પ્રવક્તા ભરત પંડ્યાના જણાવ્યા અનુસાર મતદાતાઓથી માંડીને પક્ષના કાર્યકર્તાઓને સંબોધન હેતુ સોશિયલ મીડિયાના માધ્યમનો જ ઉપયોગ કરાશે, જેથી ડિસ્ટન્સ જળવાઇ રહે.

આ રીતે મતદાતાઓ સુધી પહોંચી નહીં શકાય તે ભાજપ સારી રીતે જાણે છે અને તેથી જ ભાજપે એક વ્યૂહ તૈયાર કર્યો છે. ભરત પંડ્યાના જણાવ્યા અનુસાર કાર્યકર્તાઓ અલગ-અલગ વિસ્તારોમાં માસ્ક, સેનિટાઇઝર અને ઔષધિના પેકેટની વહેંચણી કરી પ્રચાર થશે. અગાઉ લોકડાઉનમાં ભાજપ તરફથી રાશનની કીટો વહેંચવામાં આવી હતી, તે અંગે પણ પ્રચાર કરાશે. આમ ભાજપ સેવા, વિકાસ અને સંગઠનના મંત્ર દ્વારા જ પ્રચાર કરશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post