• Home
  • News
  • નિસર્ગ વાવાઝોડાની અસરને કારણે અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ, ઉકળાટ બાદ વરસાદ પડતા હાશકારો
post

અમદાવાદમાં દિવસભર અસહ્ય ઉકળાટ રહ્યા બાદ મોડી સાંજે શહેરના આકાશમાં જાણે વાદળોનું કટક ઉતરી આવ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-06 10:42:21

મહેસાણા: નિસર્ગ વાવાઝોડાની અસરને પગલે શુક્રવારે પણ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ઘણી જગ્યાએ ધૂળની ડમરીઓ ઉડી હતી. અમદાવાદમાં દિવસભર અસહ્ય ઉકળાટ રહ્યા બાદ મોડી સાંજે શહેરના આકાશમાં જાણે વાદળોનું કટક ઉતરી આવ્યું હતું. એ પછી સરેરાશ અડધો ઇંચ વરસાદથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો. થરાદમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાતના વિવિધ સ્થળે વરસાદ નોંધાયો હતો. વડોદરામાં પણ વરસાદથી ઘણી જગ્યાએ પાણી ભરાયા હતા. 

શહેર

વરસાદ

થરાદ

2 ઇંચ

ઉના

1 ઇંચ

વાપી

પોણો ઇંચ

વાવ

અડધો ઇંચ

પોશીના

અડધો ઇંચ

અમદાવાદ

અડધો ઇંચ

વડોદરા

5 મીમી

 

adv

Related News

post
post
post
post
post
post
post