• Home
  • News
  • બોગસ બિલિંગના આરોપી પરેશ ચૌહાણની 72 બોગસ પેઢી મળી
post

1 હજાર કરોડના કૌભાંડમાં પરેશના પિતાની સંડોવણી સામે આવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-09 09:35:19

અમદાવાદ: એસજીએસટીમાં 1 હજાર કરોડના બોગસ બિલિંગ કૌભાંડના મુખ્ય આરોપી પરેશ ચૌહાણની 72 જેટલી બોગસ પેઢીઓ મળી આવી છે. બોગસ બિલિંગના માસ્ટર માઇન્ડ પરેશ ચૌહાણને લાઇન બતાવનાર તેના પિતા નાથાલાલ ચૌહાણ હોવાનું બહાર આવ્યું છે. પિતા-પુત્રની જુગલબંધીએ જીએસટી પહેલા વેટમાં 36 બોગસ કંપનીઓ બનાવી હતી. પિતા-પુત્રે વર્ષ 2017-18માં ડિલક્સ કોર્પોરેશન નામની બોગસ પેઢી બનાવીને તેમાં 38.92 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડમાં અગાઉ પકડાયા હતા. પરેશ ચૌહાણના સંબંધીના ઘરમાંથી મળેલા લેપટોપમાં બોગસ 117 પેઢીના નામ બહાર આવ્યા છે. લેપટોપમાં એન્ટ્રીઓના આધારે 72 કંપનીના નામ બહાર આવ્યા છે. બોગસ પેઢીઓના ચેકબુક, રબર સ્ટેમ્પ અને બોગસ ઇન્વોઇસ મળી આવ્યા હતા. જ્યારે 45 કંપની જે જીએસટીમાં રજિસ્ટર છે તેમને સામે કાયદાકીય પગલા લેવા જઇ રહી છે.


બોગસ બિલો મૂક્યા હતા
બોગસ બિલિંગ કૌભાંડનો માસ્ટર માઇન્ડ પરેશ ચૌહાણે સર્વિસ પ્રોવાઇડર તરીકે બોગસ બિલો મૂકીને અંદાજે રૂ. 300 કરોડની આઇટીસી ઘર ભેગી કરી લીધી હતી. સામાન્ય રીતે ગૂડઝના ખરીદ-વેચાણ ઉપર કૌભાંડો બહાર આવતા હતા પરંતુ પહેલી વખત સર્વિસ પ્રોવાઇડર તરીકેનું કૌભાંડ બહાર આવ્યું છે.


અધિકારીઓની સંડોવણી
કૌભાંડમાં જીએસટીના ઇન્સ્પેક્ટર સહિત અમુક સ્ટાફ સંડોવાયેલા હતા. ઈન્સ્પેક્ટર નરેન્દ્ર મકવાણાની તાજેતરમાં પોરબંદર બદલી કરી દેવાઇ જ્યારે બે વર્ષ અગાઉ નિલેશ માલીએ 27 બોગસ કંપનીમાં 1348 કરોડના વ્યવહારો સામે 67.52 કરોડની આઇટીસી કૌભાંડમાં જીએસટીના ઈન્સ્પેક્ટર નીતિન પરમારની સંડોવણી બહાર આવતા સસ્પેન્ડ કરાયો હતો.



પરેશ ચૌહાણે લોકોના નામથી 35 પેઢીઓ બનાવી હોવાનો ખુલાસો થયો

માલિક

પેઢી

સંજય પનવાર

ઝેમ એન્જિનિયરિંગ

સોનું નાયી

સોનું ઇન્ડસ્ટ્રી

સંતોષ શર્મા

રેતી સેલ્સ

અભય વાળા, ભરત ચૌહાણ

.બી.ટ્રેડવેલ .

કિશોર કાવઠડકર

મોસ્કોટ ઇન્ડસ્ટ્રી

સંતોષ પાલીવાલ

કનેક્ટ એન્ટરપ્રાઇઝ

ધર્મેન્દ્ર ભંડારી

ઇઓન સર્વિસ

નેપાલ સિંહ

ક્વિક સર્વિસ

હાર્દિક જયંતીલાલ પટેલ

રાજાની એન્ટરપ્રાઇઝ

અભય વાળા, પ્રદીપ વાળા

.પી. બિલ્ડસ્પેશ પ્રા.

દશરથ દલીચંદ નાગર

સત્તારિયા એન્ટરપ્રાઇઝ

ભરત વાલજી પ્રજાપતિ

રાસીત એન્ટરપ્રાઇઝ

કૌશિક ડાહ્યાલાલ શ્રીમાળી

ગ્લોબલ એન્ટરપ્રાઇઝ

રાજુ સૂરજમલ મોચી

આયાન ઇમ્પેક્સ

મોનુ માતાવાર શર્મા

ગૂડ ઇન્ડસ્ટ્રી

જયંતી જગદીશ ગઢવી

.એમ કોર્પોરેશન

સુનિલ ડાહ્યાભાઇ શ્રીમાળી

ગ્રીન ઇન્ડસ્ટ્રી

સંજય લલિત મેસરિયા

યૂઝા ઇમ્પેક્સ

જયેશ અનિલ મકવાણા

ઇમ્પરેલ ઇમ્પેક્સ

સુરેશ વિનુ માલેવાર

પેલેક્સ એન્ટરપ્રાઇઝ

હરિશ પ્રીતિમલ ગુપ્તા

એપીએલ ઇન્ફોટચ

દિનેશ ઇશ્વર પઢેરિયા

એક્રેલા એન્ટરપ્રાઇઝ

અશોક નાયી

લિંક એન્ટરપ્રાઇઝ

અમિત ડોક્ટર પ્રસાદ નાયી

કનેક્ટ એન્ટરપ્રાઇઝ

રામસિંહ પ્રભાતસિંહ ચૌહાણ

હેક્સા ટ્રેડર્સ

સંજય મનોજ સોલંકી

ડિઝાયર એન્ટરપ્રાઇઝ

ગણેશ રાજુ બાથમ

ક્લિયર એન્ટરપ્રાઇઝ

અમિત પૂનમ સોલંકી

એપ્રૂવ ઇમ્પેક્સ

રોહિત બાબુ પરમાર

ફિક્સિંગ ટ્રેડ લિ.

પાર્થ રવા પરમાર

ડોલ્ફિન બુસીકોમ

રમેશ રવજી પટેલ

એલિટ ટ્રેડ લિંક

અર્ચના મનીશ પટેલ

ખોડિયાર કોર્પોરેશન

સતીશ સોલંકી

બિંદી ટ્રેડર્સ

જિજ્ઞેશ વાઘેલા

ગ્લોરી એન્ટરપ્રાઇઝ

જિતેન્દ્ર મૂલજી પરમાર

મેઘના એન્ટરપ્રાઇઝ

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post